Western Times News

Gujarati News

પ.બંગાળની ચૂંટણી પૂર્ણ થતા જ પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની શક્યતા

નવીદિલ્હી: હાલમાં ચાલી રહેલ વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા પછી સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તબક્કાવાર રીતે બે રૃપિયાથી લઇને ત્રણ રૃપિયા સુધીનો વધારો કરે તેવી શક્યતા છે. વિધાનસભા ચૂંટણીઓને કારણે ભાવ ન વધારવાના કારણે તેમને થઇ રહેલા નુકસાનની ભરપાઇ તેઓ ચૂંટણી પૂર્ણ થયા પછી કરી લેશે તેમ સૂત્રોએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર વિધાનસભા ચૂંટણીને કારણે ભાવ ન વધારવાને કારણે અને આંતરરાષ્ટ્‌ીય બજારમાં ક્રૂડના ભાવ વધવાને કારણે સરકારી ઓઇલ માકટિંગ કંપનીઓને પેટ્રોલમાં પ્રતિ લિટરે ત્રણ રૃપિયા અને ડીઝલમાં પ્રતિ લિટરે બે રૃપિયાનું નુકસાન થઇ રહ્યું છે.આ નુકસાનની ભરપાઇ કરવા માટે કેટલાક દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવશે જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવને અનુરૃપ પેટ્રોલ અને ડીઝલના ભાવ થઇ જાય.

ઉલ્લેખનીય છે કે ૨૭ ફેબુ્રઆરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવ્યા નથી. અને બીજી બાજુ માર્ચ અને એપ્રિલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ચાર વખત ઘટાડો કરવામાં આવ્યો છે. જેના કારણે દિલ્હીમાં એક લિટર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે ૭૭ પૈસા અને ૭૪વ પૈસાનો ઘટાડો થયો હતો.ઉલ્લેખનીય છે કે ફેબુ્રઆરીમાં ક્રૂડનો સરેરાશ ભાવ ૬૧.૨૨ ડોલર હતો. જે માર્ચમાં વધીને ૬૪.૭૩ ડોલર અને એપ્રિલમાં ૬૬ ડોલર થઇ ગયો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાંથી ક્રૂડની ખરીદીમાં રૃપિયાનું મૂલ્ય પણ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. જાે રૃપિયો મજબૂત હોય તો
ખરીદી સસ્તી પડે છે અને રૃપિયો નબળો પડે તો ખરીદી મોંઘી પડે છે. ઉલ્લેખનીય છે કે માર્ચ, ૨૦૨૧માં વિધાનસભા ચૂંટણીઓની તારીખ જાહેર થઇ ત્યારથી સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવ્યા નથી.

૨૪ અને ૨૫ માર્ચ તથા ૩૦ માર્ચ અને ૧૫ એપ્રિલના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવામાં આવ્યા હતાં.ઉલ્લેખનીય છે કે ૨૯ એપ્રિલે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીનું અંતિમ તબક્કાનું મતદાન છે અને બીજી મેના રોજ પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થનાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.