પ. બંગાળમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું, એક મોત

કોલકાતા, સમગ્ર દેશના કેટલાક વિસ્તારમાં ચોમાસુ જરૂરિયાત કરતા વધારે મેહરબાન છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયુ છે. રાજધાની કલકત્તા સહિત કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ બાદ પાણી ભરાવાના કારણે લોકોનુ જીવન જીવવુ મુશ્કેલ થઈ ગયુ છે. આફતના આ વરસાદમાં એક મોતના પણ સમાચાર સામે આવ્યા છે.
કેટલાક જિલ્લામાં પૂરનુ જાેખમ મંડરાઈ રહ્યુ છે. કોશિયારીમાં દિવાલ પડવાથી એક વ્યક્તિનુ મોત થઈ ગયુ છે. પૂર્વ મિદનાપુરના ઘાટાલમાં શિલાબતી નદીના પાણીનુ સ્તર વધારી દેવાયુ છે. પૂરનુ પાણી હોસ્પિટલમાં ઘૂસી ગયુ છે. આના કારણે દર્દીને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
બુધવારે પણ સવારથી કલકત્તા સહિત વિભિન્ન વિસ્તારમાં સામાન્ય વરસાદ ચાલુ છે. હવામાન વિભાગનુ કહેવુ છે કે શુક્રવારે બંગાળની ખાડી ઉપર ચક્રવાત બની શકે છે. આના કારણે કેટલાક વિસ્તારમાં જાેરદાર વરસાદ થઈ રહ્યો છે.
નદીઓ પણ તોફાને ચઢી છે. ઘાટલમાં શિલાબતી નદીના પાણીનુ સ્તર વધી ગયુ છે. આ પાણી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ પરિસરમાં પહોંચવાથી દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.SSS