પ. બંગાળ અને કેરળથી અલ કાયદાના ૯ આંતકીની ધરપકડ
કોલકાતા: રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ આતંકવાદીઓના ખતરનાકા ઈરાદાઓને નષ્ટ કરતા અલ કાયદાના ૯ ઓપરેટરોની ધરપકડ કરી છે. એનઆઈએ દ્વારા પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ અને કેરળના એર્નાકુલમમાં અનેક સ્થળોએ રેડ કરીને આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ બધા રાજધાની દિલ્હી સહિત દેશના ઘણા સ્થળોએ હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ બધા પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે સોશિયલ મીડિયા દ્વારા જોડાયેલા હતા અને ત્યાંથી જ કટ્ટરપંથી બન્યા હતા. રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર સહિત અન્ય ઘણી જગ્યાઓ પર પણ હુમલાની તૈયારી કરી રહ્યા હતા. પકડાયેલા આતંકવાદીઓ પાસેથી જેહાદી સાહિત્ય, દેશી બંદૂકો, પોઇંટ હથિયારો, વિસ્ફોટક બનાવવાનો સામાન, ડિજિટલ ડિવાઈસ અને દસ્તાવેજો મળી આવ્યા છે. તેમના નાપાક ઈરાદો પૂરા કરવા આતંકીયો મોડ્યુલ એક્ટિવિટીથી ફંડ ભેગું કરવાના કામમાં જોડાઈ ગયા હતા અને હથિયારો માટે દિલ્હી જવાની તૈયારી પણ કરી રહ્યા હતા. ઓપરેશન હજુ પણ ચાલુ છે.