પ. રેલવેના મહાપ્રબંધકે ટ્રેનમાં સફર કરી મુસાફરો પાસેથી સૂચનો લીધા
અમદાવાદ સ્ટેશન પર યાત્રી સુવિધાઓનું નિરીક્ષણ- રેલ યાત્રા દરમિયાન ખાવા-પીવાની વસ્તુઓ માટે વેન્ડર પાસેથી બિલ આવશ્યક રૂપે લો કેમ કે રેલવે નિયમો અનુસાર “નો બિલ નો પેમેન્ટ” ને રેલવે પર લાગુ કરવામાં આવ્યું છે.
પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક શ્રી આલોક કંસલ દ્વારા તારીખ 21 ઓગસ્ટ 2021 ના રોજ ટ્રેન નંબર 02946 ઓખા-મુંબઈ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી દરમિયાન ચાલુ ટ્રેનમાં તમામ શ્રેણીના મુસાફરો સાથે વાતચીત કરવામાં આવી અને મુસાફરી સંબંધિત સેવાઓનો ફીડબેક લેવામાં આવ્યો તથા સેવાઓને વધુ સારી બનાવવા માટે મુસાફરો પાસેથી મહત્વપૂર્ણ સૂચનો લેવામાં આવ્યા.
મંડળ રેલ પ્રવક્તાએ જાણકારી આપતા જણાવ્યું કે મહાપ્રબંધક શ્રી કંસલ દ્વારા મુસાફરો સાથે સ્ટેશનથી ટ્રેન મુસાફરી દરમિયાન કેવા કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે તે અંગે ચર્ચા કરવામાં આવી તથા મુસાફરો પાસેથી એ પણ જાણકારી લેવામાં આવી કે મુસાફરી દરમિયાન કોચમાં સફાઈ વ્યવસ્થા કેવા પ્રકારની મળી રહે છે
અને ટોયલેટ કેટલા સાફ હોય છે તથા આ દરમિયાન રેલવે કર્મચારી નો વ્યવહાર રેલવે મુસાફરો સાથે કેવા પ્રકારના હોય છે અને મુસાફરી દરમિયાન કેવા પ્રકારની મુશ્કેલીઓ માટે તત્કાળ કયા મોબાઈલ પર વાત કરવાથી તરત જ કાર્યવાહી કરવામાં આવે છે.
આ તમામ બાબતો ઉપર ચર્ચા કરવામાં આવી, સાથે જ મુસાફરોને સમજાવવામાં આવ્યું કે હંમેશા સ્ટેશન પરિસરમાં તથા રેલ યાત્રા દરમિયાન ખાવા-પીવાની વસ્તુઓ માટે વેન્ડર પાસેથી બિલ આવશ્યક રૂપે લો કેમ કે રેલવે નિયમો અનુસાર “નો બિલ નો પેમેન્ટ” ને રેલવે પર લાગુ કરવામાં આવ્યું છે.
શ્રી કંસલે તમામ કોચમાં સફાઇ વ્યવસ્થા અને ટોયલેટનું નિરીક્ષણ કર્યું, થર્ડ એસી કોચમાં પ્રોપર કોલિંગની વ્યવસ્થાને પણ જોયું. તમામ કોચમાં કોઈપણ પ્રકારના કોકરોચ અને ઉંદર માટે પેસ્ટ કન્ટ્રોલ કડક રીતે લાગુ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો જેથી તમામ ને સંપૂર્ણ રીતે સ્વચ્છ રાખી શકાય.
મહાપ્રબંધક દ્વારા અમદાવાદ સ્ટેશન પર કરંટ ટિકિટ સિસ્ટમનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું જેથી મુસાફરોને સીધા ટિકિટ લેવામાં કોઈ પણ પ્રકારની અસુવિધા ના થાય તથા સમયની પણ બચત થઈ શકે સાથે જ મુસાફરોની સુવિધા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો અને કોઇપણ પ્રકારની જરૂરિયાત માટે 182 પર તત્કાલ પ્રભાવથી રેલવે સુરક્ષા બળના જવાન સહાયતા માટે બીજા સ્ટેશન પર ઉપસ્થિત રહે છે. આ નિરીક્ષણ પછી મહાપ્રબંધક દ્વારા અમદાવાદ મંડળના અધિકારીઓને આવશ્યક નિર્દેશ પણ આપવામાં આવ્યા.
આ પ્રસંગે અમદાવાદ મંડળના અપર મંડળ રેલ પ્રબંધક શ્રી અનંત કુમાર, વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી રવીન્દ્ર શ્રીવાસ્તવ, વરિષ્ઠ મંડળ યાંત્રિક એન્જિનિયર શ્રી અભિષેક સિંહ તથા વરિષ્ઠ મંડળ સુરક્ષા આયુક્ત શ્રી સરફરાઝ અહેમદ સહિત રેલ સેવાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.