ફંડિંગ પર બ્રેક મુકી આતંકવાદનો ખાત્મો કરવા ભારત સજ્જ : મોદી
બિશ્કેક : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શાંઘાઈ સહકાર સંગઠનની બેઠકમાં છવાયેલા રહ્યા હતા. તમામ દેશો તરફથી દબાણ હોવા છતાં મોદી મક્કમ રહ્યા હતા. પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનની સાથે મોદીએ હાથ પણ મિલાવ્યા ન હતા. ત્રાસવાદને લઇને નામ લીધા વગર પાકિસ્તાન પર મોદીએ તેજાબી પ્રહારો કર્યા હતા. મોદીએ સાફ શબ્દોમં કહ્યુ હતુ કે ત્રાસવાદનુ સમર્થન કરનાર દેશોની સામે સભ્ય દેશો હવે એકમત થઇ જાય તે જરૂરી છે.
મોદીએ પરોક્ષરીતે પાકિસ્તાન પર તેજાબી પ્રહારો કરતા કહ્યુ હતુ કે ત્રાસવાદને સમર્થન, પ્રોત્સાહન અને આર્થિક મદદ કરનાર દેશોને જવાબદાર ઠેરવીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. એસસીઓ સભ્ય દેશો હવે સાથે આવે તે જરૂરી છે. મોદીએ કહ્યુ હતુ કે ત્રાસવાદના ફંડિગ પર બ્રેક મુકવા માટેનો સમય છે. મોદીએ ટેરપિઝમ ફ્રી સોસાયટીનો નારો આપ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે તેઓ હાલમાં શ્રીલંકા ગયા હતા.
ત્યાં પણ ત્રાસવાદના ખતરનાક ચહેરાની અસર હાલમાં જાવા મળી ચુકી છે. મોદીએ કહ્યુ હતુ કે ટુંક સમયમાં રશિયન ભાષામાં પ્રવાસ હેલ્પલાઇનની શરૂઆત કરવામાં આવનાર છે. મોદીએ કહ્યુ હતુ કે તમામ એસસીઓના સભ્ય દેશો માટે ઇ-વીઝાની સુવિધા આપવામાં આવી છે. જુદા જુદા દેશોના વડા સાથે મોદીએ ચર્ચા કરી હતી. જેમાં ચીન અને રશિયાના વડાનો સમાવેશ થાય છે.
કિર્ગીસ્તાનના પાટનગર બિસ્કેકમાં એસસીઓ સમિટના ભાગરુપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિંગપિંગ વચ્ચે વાતચીત થઇ હતી. વાતચીતમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો મુદ્દો પણ ઉઠ્યો હતો. બંને નેતાઓ વચ્ચે થયેલી વાતચીતમાં ભારતે પાકિસ્તાનને આતંકવાદ પર કઠોર પગલા લેવાની જરૂરિયાત ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. બંને નેતાઓ વચ્ચે થયેલી વાતચીત અંગે વિદેશ સચિવ વિજય ગોખલેએ માહિતી આપી હતી.
બંને નેતાઓ જુદા જુદા વિષય ઉપર પણ વાતચીત કરીને પેન્ડિંગ મુદ્દાઓને ઉકેલવા આગળ વધવા સહમત થયા હતા. બીજી વખત દેશના વડાપ્રધાન બન્યા બાદ જિંગપિંગ સાથે તેમની આ પ્રથમ બેઠક હતી. મોદી ઓમાન, ઇરાન અને મધ્ય એશિયાના રસ્તે થઇને બિશ્કેક પહોંચ્યા હતા. બેઠકમાં પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન પણ હાજરી આપનાર છે.
તાજેતરમાં જ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પત્ર લખીને વાતચીત મારફતે તમામ વિવાદને ઉકેલવાની વાત કરી હતી પરંતુ ભારતે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, આતંકવાદ અને વાતચીત એક સાથે ચાલી શકે નહીં. આવી સ્થિતિમાં પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રથી મોદીના વિમાનને નહીં લઇ જવાનો નિર્ણય એક સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.
ત્રાસવાદના મુદ્દા પર મોદીએ શંઘાઇ બેઠકમાં ખાસ રીતે વાત કરી હતી. પાકિસ્તાની વડાપ્રધાન સાથે મોદીની વાતચીતને લઇને તમામ પ્રયાસ અન્ય દેશો દ્વારા કરવામાં આવ્યા હતા. જા કે મંદીએ પાકિસ્તાની વડાપ્રધાન સાથે કોઇ ચર્ચા કરવાનો ઇન્કાર કરી દીધો હતો. મોદીએ ઇમરાન ખાન સાથે ઐપચારિક રીતે હાથ પણ મિલાવ્યા ન હતા.
કઠોર રણનિતીનો સંદેશ આપ્યો હતો. મોદીએ કહ્યું હતું કે, આધુનિક યુગમાં વધારે સારી કનેક્ટીવીટીની જરૂર દેખાઈ રહી છે. આતંકવાદના મુદ્દા ઉપર ઇમરાન ખાનની ઉપસ્થિતિમાં મોદીએ એક પછી એક પ્રહાર કર્યા હતા. ભારત આતંકવાદના ફંડિંગ ઉપર બ્રેક મુકવાથી લઇને તેના ખાત્મા સુધી કામ કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે.