Western Times News

Gujarati News

VRS લેનારા પૂર્વ આઈએએસ અરવિંદ શર્મા ભાજપમાં જાેડાયા

લખનઉ, પીએમઓના પૂર્વ અધિકારી અને ગુજરાત કેડરના પૂર્વ આઇએએસ અરવિંદ શર્મા ભાજપ સાથે જાેડાઇ ગયા છે. ઉત્તર પ્રદેશના ભાજપના અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહની હાજરીમાં તેઓ ભાજપમાં જાેડાયા. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા, પ્રદેશ મહામંત્રી જેપીએસ રાઠોર, ગોવિંદ શુક્લા, કેબિનેટ મંત્રી દારા સિંહ ચૌહાણ પણ હાજર રહ્યાં હતાં.
ભાજપમાં જાેડાયા બાદ અરવિંદ શર્માએ કહ્યું કે, ભાજપ સાથે જાેડાયાની ખુશી છે. આપણા દેશમાં ઘણી રાજકીય પાર્ટી છે, પરંતુ ભાજપ સૌથી મોટી પાર્ટી છે. હું પછાત જિલ્લા અને ગામનો છું. મારા જેવા સાધારણ વ્યક્તિને જેની કોઇ રાજકીય પૃષ્ઠભૂમિ નથી તેને ભાજપ જ આટલું મોટું સ્થાન આપી શકે છે. હું વડાપ્રધાન પ્રત્યે આભાર વ્યક્ત કરું છું.

અરવિંદ શર્મા મૂળ ઉત્તર પ્રદેશના મઉના રહેવાસી છે અને ગુજરાત કેડરના ૧૯૮૮ બેચના આઇએએસ અધિકારી રહ્યાં છે. તેમણે લગભગ ૨૦ વર્ષ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કામ કર્યું. અરવિંદ શર્મા, ગુજરાતમાં નરેન્દ્ર મોદી સીએમ હતા ત્યારે ૨૦૦૧થી ૨૦૧૩ સુધી સીએમ કાર્યાલયમાં રહ્યાં હતાં. તે બાદ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતાં તેઓ પીએમઓમાં આવી ગયા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.