Western Times News

Gujarati News

ફક્ત છ વર્ષમાં અમે 26 વર્ષનું કામ પૂરું કર્યું,આ ટનલ તે વાતનો પુરાવો: PM મોદી

રોહતાંગ, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વની મનાતી 9.02 કિલોમીટર લાંબી અટલ ટનલ રોહતાંગનું લોકર્પણ કરવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના કુલ્લુ વિસ્તારમાં મનાલી લેહ માર્ગેને જોડતી આ ટનલ ઉદ્ધાટન પ્રસંગે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, હિમાચલ પ્રદેશના સીએમ જયરામ ઠાકુરે અને સેનાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

પીરપંજાલ પહાડીને તોડીને 3200 કરોડના ખર્ચે આ ટનલ બનાવવામાં આવી છે. જે દુનિયાની સૌથી ઊંચાઇ પર (10040 ફીટ) પર હાઇવે પર બનેલી લાંબી ટર્નલ છે. ટર્નલની શરૂઆતથી સેના આ માર્ગને ચીનથી જોડાયેલી લદાખ અને પાકિસ્તાનથી જોડાયેલી કારિગલ બોર્ડર સુધી ઝડપ અને સરળતાથી પહોંચવા માટે મહત્વપૂર્ણ માને છે. સાથે જ મનાલી અને લેહની વચ્ચે દૂરી આ ટર્નલથી 46 કિમી ટૂંકી થઇ ગઇ છે. માત્ર દોઢ કલાકમાં તમને મનાલીથી કેલાંગ પહોંચી શકો છો.

ત્યારે અટલ ટનલના આ ઉદ્ધાટન કાર્યક્રમમાં કહ્યું કે અમે ખાલી 6 વર્ષમાં અમે 26 વર્ષની કામ પુરું કર્યું છે. તેમણે કહ્યું કે દેશના વિકાસનો કનેક્ટીવિટીથી દેશનો સીધો સંબંધ છે. પૂર્વ સરકાર પર આરોપ મૂકતા તેમણે કહ્યું કે આ ટનલ વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વની હોવા છતાં તેનું કામ મોડું અને ખૂબ જ ધીમી ગતિએ કરવામાં આવ્યું હતું. અને પ્રોજેક્ટને વર્ષો સુધી નજર અંદાજ કરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.