ફક્ત લગ્ન માટે ધર્મ પરિવર્તન વૈધ નહીં: અલાહાબાદ હાઈકોર્ટ

પ્રયાગરાજ, અલાહાબાદ હાઈકોર્ટે ધર્મ પરિવર્તન અંગે મહત્ત્વનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટે પોતાના મહત્ત્વના ચૂકાદામાં કહ્યુ છે કે ફક્ત લગ્ન કરવા માટે ધર્મ પરિવર્તન વૈધ નથી. હાઈકોર્ટે વિપરીત ધર્મના વિવાહિત યુગલની અરજી રદ કરતા અરજીકર્તાઓને સંબંધિત મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થઈને પોતાનું નિવેદન નોંધાવવાની છૂટ આપી છે. અરજીકર્તાએ પરિવારના લોકોને તેમના શાંતિપૂર્ણ લગ્નજીવનમાં હસ્તક્ષેપ કરવા માટે રોક લગાવવાની માંગ કરી હતી. કોર્ટે આ કેસમાં હસ્તક્ષેપ કરવાની ઇન્કાર કરી દીધો છે.
અલાહાબાદ હાઈકોર્ટે અરજીકર્તાઓને સંબંધિત મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થઈને પોતાનું નિવેદન નોંધાવવાની છૂટ આપી છે. મુઝફ્ફર નગર જિલ્લાના વિવાહિત જોડાએ પરિવારના લોકોને પોતાના શાંતિપૂર્ણ વિવાહિત જીવનમાં હસ્તક્ષેપ કરતા રોકવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જોકે, કોર્ટે આ અરજીને રદ કતી દેતા આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
આ આદેશ ન્યાયાધીશ એસ.સી. ત્રિપાઠીએ પ્રિયાંશી ઉર્ફે સમરીન તેમજ અન્ય અરજીકર્તાની અરજી પર આપ્યો છે. કોર્ટે કહ્યું કે એક અરજીકર્તા મુસ્લિમ તો અન્ય હિન્દુ છે. છોકરીએ 29 જૂન, 2020ના રોજ હિન્દુ ધર્મ સ્વીકાર કર્યો હતો અને એક મહિના બાદ 31 જુલાઈના રોજ લગ્ન કરી લીધા હતા. કોર્ટે કહ્યું કે રેકોર્ડમાં સ્પષ્ટ છે કે લગ્ન કરવા માટે ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું છે. કોર્ટે નૂરજહાં બેગમ કેસનો દાખલો આપ્યો હતો જેમાં કોર્ટે કહ્યું હતું કે ફક્ત લગ્ન માટે ધર્મ પરિવર્તન સ્વીકાર્ય નથી.