Western Times News

Gujarati News

ફટાકડાના વેપારીઓએ શરતો પાળવી પડશે

અમદાવાદ,
હિન્દુઓમાં તહેવારોનો રાજા ગણાતા પ્રકાશમય પર્વ દિવાળીને હવે આંગળીના વેઢે ગણાય તેટલા દિવસ છેટું રહ્યું છે. દિવાળીનું મહાપર્વ એટલે કે ઘરે ઘરે દીપક પ્રજ્વÂલ્લત કરવાનું પર્વ, ફટાકડા ફોડવા, નવા વસ્ત્રો ખરીદવા તેમજ મીઠાઈની વિવિધ વાનગીઓ આસ્વાદ માણવાનો તહેવાર. હવે સામી દિવાળીએ સ્વાભાવિકપણે ઉત્સવપ્રિય લોકોમાં દિવાળીને લગતી ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ માહોલથી ફટાકડાના શોખીન અબાલવૃદ્ધો કેવી રીતે બાકાત રહેવાના, એટલે અમદાવાદમાં ઠેર-ઠેર ફટાકડાનું વેચાણ કરનારાઓ નજરે પડી રહ્યા છે.

દરમિયાન, મ્યુનિસિપલ ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા ફટાકડાના વેચાણહેતુ આપવામાં આવતા એનઓસીના સંદર્ભમાં આગ-અકસ્માત સામે લોકોનું રક્ષણ થાય તે હેતુથી શરતોનું પાલન કરવાની લેખિત બાંહેધરી રૂ.૩૦૦ના સ્ટેમ્પ પેપર ઉપર ફોટો નોટરી કરીને આપવાની બાબત ફટાકડાના વિક્રેતાઓ માટે ફરજિયાત કરી છે.ફાયર સેફટી એનઓસીને લગતી ર૧ શરત તૈયાર કરાઈ છે. આ શરતના આધારે તંત્ર દ્વારા હંગામી ધોરણે એનઓસી આપવામાં આવે છે. અત્યાર સુધી મળેલી ૭૬ અરજી પૈકી ર૬ અરજદારને ફાયર સેફટીના એનઓસી અપાઈ ગયા છે.

આ હંગામી ધોરણના એનઓસી મેળવવાની ફી રૂ.ર૦૦૦ રખાઈ છે. ફાયર સેફટીના એનઓસી મેળવવાની વિભિન્ન શરતોને તપાસીએ તો રેતીની ભરેલી ત્રણ થેલી અથવા રેતી ભરેલી છ ડોલ મૂકવાની રહેશે. પાણીથી ભરેલું ર૦૦ લીટરનું બેરલ કે જે ઉપરના ભાગેથી ખુલ્લું હોય તે મૂકવું પડશે. વધષુમાં ચાર ડોલ પાણીની પણ મૂકવાની રહેશે તેમ પણ મ્યુનિ. ફાયર બ્રિગેડના એડિશનલ ચીફ ફાયર ઓફિસર જણાવે છે.તંત્ર દ્વારા નિર્ધારિત કરેલી અન્ય શરત પૈકી ફટાકડાના વેચાણની જગ્યાએ કોઈ પણ પ્રકારની શોર્ટસર્કીટ થાય તેવું લૂઝ ઈલેકટ્રીકલ વાયરિંગ રાખવા પર પ્રતિબંધ મૂકયો છે. ઈલેકટ્રીક વાયરિંગમાં લૂઝ ટેપ જોઈન્ટ ચલાવવામાં આવશે નહીં.

કનેકટેડ જોઈન્ટ રાખવાના રહેશે તેમજ વધારે ગરમી પેદા કરે તેવી હેલોજન લાઈટ રાખી નહીં શકાય. ઈલેકટ્રીક વાયરીંગ ઉપર જરૂરી કેપેસિટીના ઈએલસીડી તથા એમસીબી જેવા સર્કીટ બ્રેકર લગાવવાના રહેશે. ઈલેકટ્રીક લાઈટની આજુબાજુ લૂઝ કાપડ, ડેકોરેશનનો સામાન કે તોરણ જેવી વસ્તુઓ લાઈટને અડકીને સળગી ઉટે તેવી રીતે રખી શકાશે નહીં. પ્રકાશ માટે ઓછી ગરમી પેદા કરે તેવી લાઈટ રાખવાની રહેશે.આ ઉપરાંત ફટાકડા વેચાણની દુકાન, ગોડાઉન કે ફેકટરીની આગળ આવવા-જવાનો માર્ગ કોઈ પણ જાતના અવરોધ વગર કાયમી ધોરણે ખુલ્લો મૂકવાનો રહેશે. ફટાકડાના અધિકૃત રીતે વેચાણના સ્થળે અન્ય કોઈ છૂટક ખૂમચા, લારી કે પાથરણા કરીને ફટાકડાનું વેચાણ થાય નહીં તેની તકેદારી રાખવાની રહેશે.

ફટાકડાનું છૂટક વેચાણ કે કાયમી વેચાણ કે સંગ્રહ કે ઉત્પાદન અંગેનું ફાયર સેફટી સર્ટીફિકેટ મેળવવાની અરજી વખતે પાછલા વર્ષમાં આપવામાં આવેલું છેલ્લું ફાયર સેફટી સર્ટીફિકેટ તથા પોલીસ લાઈસન્સ તેમજ જો મેળવવાપાત્ર પરિસ્થિતિમાં એક્સપ્લોઝિવ ખાતાનું છલ્લું પ્રમાણપત્ર-મંજૂરીની નોટરી દ્વારા પ્રમાણિત જરૂરી તમામ નકલો અરજી સાથે ફરજિયાત બીડવાના રહેશે. જો તેમ કરવામાં નહીં આવે તો ફાયર સેફટી સર્ટીફિકેટ ઈશ્યુ થઈ શકશે નહીં.અરજીમાં જણાવેલા ધંધાના સ્થળની ઉપરની જગ્યાએ એક્સપ્લોઝિવ એકટ તથા પોલીસ અધિનિયમ હેઠળ જગ્યાની મર્યાદા મુજબ એકસ્પ્લોઝિવ ડિપાર્ટમેન્ટ તથા પોલીસની સક્ષમ સત્તા દ્વારા મંજૂર કરેલી માત્રામાં જ દારૂખાનું રાખવાનું રહેશે. ફટાકડાના વેચાણવાળી જગ્યાની બહાર કોઈ પણ માલસામાન રાખવો નહીં તેમજ ફટાકડાનું વેચાણ દુકાનની અંદર જ કરવું અને ફટાકડાનું વેચાણ ચાલે તેટલો સમય ફટાકડા સિવાય અન્ય કોઈ પણ સરસામાન રાખવો નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.