ફટાકડા ફોડતા દાઝી ગયેલા ૧૭ વર્ષના દિવ્યાંગ કિશોરનું મોત
વડોદરા, દિવાળીમાં ફટાકડા ફોડતા સમયે દાઝી જવાથી ૧૭ વર્ષના કિશોરનું મોત થયું છે.જ્યારે ૧૧ વર્ષના અને ૧૯ દિવસના બાળકને ગંભીર ઇજા થઇ હતી.બંનેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કરજણ ગામમાં રહેતો ૧૭ વર્ષનો દિવ્યાંગ કિશોર નવા વર્ષે ઘર પાસે ખાટલા પર બેસીને ફટાકડા ફોડતો હતો.તે દરમિયાન દાઝી જતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.સારવાર દરમિયાન તેનું મોત થયું છે.
માંડવી ભેંસવાડામાં ઘરની બહાર ૧૧ વર્ષના બાળકને લઇને પરિવાર બેઠો હતો.તે દરમિયાન અચાનક હવાઇ પડતા બાળક ગંભીર રીતે દાઝી ગયો હતો.તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.જેની હાલત સુધારા પર છે.
જ્યારે અન્ય એક બનાવમાં છાણી જકાતનાકા વિસ્તારમાં રહેતો ૧૧ વર્ષનો બાળક ઘર પાસે ફટાકડા ફોડતો હતો.ફટાકડો ફોડતા સમયે તે મોઢા પર દાઝી ગયો હતો.તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.