Western Times News

Gujarati News

ફડણવીસે ઉદ્ધવ ઠાકરેની રેલીને “લાફ્ટર શો” ગણાવ્યો

મુંબઇ, મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે ગઈકાલે મહા વિકાસ અઘાડી સરકારની તુલના બાબરી જેવા માળખા સાથે કરી હતી.તેમણે કહ્યું કે જ્યાં સુધી તે તેને ધ્વંશ નહીં કરે ત્યાં સુધી તે આરામ કરશે નહીં.

ફડણવીસે કહ્યું, “જ્યાં સુધી હું તમારી સત્તાના બાબરી જેવા આ સ્ટ્રક્ચરને તોડી ન દઉં ત્યાં સુધી હું આરામ નહીં કરું.” દેવેન્દ્ર ફડણવીસ મુંબઈમાં પાર્ટીની મહાસંકલ્પ સભામાં ભારતીય જનતા પાર્ટીના અન્ય કાર્યકરો સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે.

આ દરમિયાન ફડણવીસે કહ્યું હતું કે, “અમે માત્ર હનુમાન ચાલીસા જપતા હતા, શું બાળાસાહેબ ઠાકરે ક્યારેય વિચારે છે કે તેમના પુત્રના શાસન દરમિયાન હનુમાન ચાલીસાનો પાઠ કરવો એ દેશદ્રોહ હશે અને ઔરંગઝેબની કબરની મુલાકાત લેવી એ રાજ્યનો શિષ્ટાચાર છે?”
ઉદ્ધવ ઠાકરેની રેલીને “લાફ્ટર શો” ગણાવતા ફડણવીસે કહ્યું, “શિવસેનાએ ગઈ કાલે એક રેલી યોજી હતી, જેને તેઓએ માસ્ટર ગેધરીંગ ગણાવ્યું હતું, પરંતુ જ્યારે અમે તેમને સાંભળતા હતા, ત્યારે તે હાસ્ય સભા જેવું હતું… ગઈકાલે કૌરવ હતા અને આજે પાંડવ સભા છે.”,

એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસી પર પ્રહાર કરતાં ફડણવીસે કહ્યું, “ઓવૈસી ઔરંગઝેબને તેમની કબર પર શ્રદ્ધાંજલિ આપે છે અને તમે આ જાેતા રહો, તમને શરમ આવવી જાેઈએ. ઔરંગઝેબની ઓળખ પર એક શ્વાન પણ પેશાબ નહીં કરે.

હિન્દુસ્તાનમાં માત્ર ભગવો જ રાજ કરશે. હનુમાન ચાલીસા અને અજાનના વિવાદથી રાજ્યમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. તાજેતરમાં જ મુંબઈ પોલીસે નવનીત રાણા અને રવિ રાણાની ધરપકડ કરી હતી અને તેમની સામે કેસ નોંધવામાં આવ્યો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.