ફતેપુરા તાલુકાના નિંદકાપૂર્વ માધવા અને સંજેલી તાલુકાના હિરોલા કરંબા ખાતેથી માસ્ક વિતરણનો શુભારંભ કરાયો
ગુજરાત સ્થાપના દિનથી દાહોદ લોકસભા મત વિસ્તારમાં કોરોના મહામારીને નાથવા ૧૫૩૦૦૦ માસ્કનું વિતરણ કરાશે-લોકોને કોરોના પ્રતિરોધક આર્યુવેદિક ઉકાળા પીવડાવવામાં આવશે
દાહોદ :- હાલમાં વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આ મહામારીને નાથવા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરેલ છે.
તદનુસાર કોરોના મહામારીના જંગને નાથવા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આયોજન મુજબ દાહોદ લોકસભા મતવિસ્તારની ૩૦૬ તાલુકા પંચાયત સીટ અને નગરપાલિકા વોર્ડમાં ગુજરાત સ્થાપના દિન ૧ લી મે, ૨૦૨૦ના રોજ થી તા.૧૦ મી મે, ૨૦૨૦ સુધી ૧૫૩૦૦૦ માસ્કનું વિતરણ દાહોદ લોકસભા મતવિસ્તારના સાંસદ અને પૂર્વ કેન્દ્રિય આદિજાતિ રાજ્યમંત્રીશ્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે કરવામાં આવશે.
તે સાથે લોકોને કોરોના કોરોના પ્રતિરોધક ઉકાળાનું પણ વિતરણ કરવામાં આવશે. મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને પણ માસ્કનું વિતરણ કરવામાં આવશે. તે પૈકી ફતેપુરા તાલુકાના નિંદકાપૂર્વ અને માધવા ખાતે રાજ્યમંત્રીશ્રી બચુભાઈ ખાબડના હસ્તે માસ્કનું અને આર્યુવેદિક ઉકાળાનું પણ લોકોને વિતરણ કરવામાં આવ્યુ હતુ.
તે સાથે દાહોદ સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે સંજેલી તાલુકાના હિરોલા અને કરંબા ખાતે ૧ લી મે, ૨૦૨૦ ના ગુજરાત સ્થાપના દિને માસ્કનું વિતરણ કરવા સાથે આર્યુવેદિક ઉકાળાનું પણ લોકોને વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યશ્રી રમેશભાઈ કટારા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી શંકરભાઈ અમલીયાર, જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી નરેન્દ્રભાઈ સોની, જીલ્લા-તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, ગામના અગ્રણીઓ તથા ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.