ફરવાના શોખને લીધે કપલે વેનમાં જ ઘર બનાવી દીધુ

નવી દિલ્હી, બ્રિટિશ કપલ લિવ અને લુઈસે પોતાનું ઘર અને નોકરી છોડીને એક મર્સિડીઝ સ્પ્રિન્ટર વેનને પોતાના ઘરમાં ફેરવી નાખી છે. ૧૧ લાખ રૂપિયાની તેમની વેન ટ્રાન્સફોર્મેશન બાદ હવે ૪૫ લાખની કેમ્પરવેન બની ચૂકી છે. આ વેનમાં ટોયલેટ, ટીવી અને શાવર જેવી સુવિધાઓ પણ છે.
૨૯ વર્ષના આ કપલે આ વેનનું કામ જાતે જ કર્યું છે. ફિટિંગ, પાણીનું કામ અને ઈલેક્ટ્રીસિટી જેવા કામ તેમણે જાતે જ પૂરા કર્યા છે. આ માટે લુઈસે પોતાના દાદાની મદદ પણ લીધી, જે વ્યવસાયે એક જાેઈનર રહી ચૂક્યા છે. આ વેનને ઘર બનાવવામાં કુલ ૩ મહિના લાગ્યા હતા.
વેનને જાતે ટ્રાન્સફોર્મ કરવાથી તેમના ઘણાં પૈસા બચ્યા છે કેમકે આ કામ અન્યને સોંપવાથી તેમને પેમેન્ટ આપવું પડ્યું હોત. વર્ષ ૨૦૧૯માં જ તેમણે લંડનમાં પોતાનું ઘર અને નોકરી છોડીને એશિયામાં પ્રવાસ કરવાનો ર્નિણય લીધો હતો. આ દરમ્યાન તેમને વેનની જરૂર પડી.
કોરોના મહામારીને લીધે જ્યારે તેઓ મુસાફરી દરમ્યાન ફસાઈ ગયા તો તેમણે ફેબ્રુઆરી, ૨૦૨૧માં ૧૧ લાખની એક વેન ખરીદી અને તેને મોબાઈલ હાઉસ બનાવવાનું શરુ કર્યું. Tap Warehouse સાથેની વાતચીતમાં આ કપલે જણાવ્યું કે તેમણે ૭ મહિનામાં આ પ્રોજેક્ટ પૂરો કર્યો અને કુલ ૧૩ લાખ રૂપિયા ઈન્ટીરિયરમાં ખર્ચ કર્યા. ઈલેક્ટ્રીસિટી માટે તેમણે વેનની છત પર સોલર પેનલ્સ લગાવી છે, જેનાથી તેઓ બેટરી ચાર્જ કરીને વીજળી વાપરે છે.
વેનની અંદરના કુશન અને લાકડાનું કામ તેમણે ઈન્ટરનેટ પર શીખીને કર્યું. સસ્તી ચીજાેનો ઉપયોગ કરીને તેમણે વેનને સુંદર રૂપ આપીને રિનોવેટ કરી. રિપોર્ટ મુજબ આ કપલને સૌથી વધુ મુશ્કેલી ગોળાકાર વેનમાં ફિટિંગ્સ લગાવવામાં થઈ. ઘરની અંદર મોટાભાગની વસ્તુ ગોલ્ડન ફિનિશની છે અને સફેદ રંગનો ઉપયોગ નાની જગ્યાને મોટી દેખાડવા માટે કર્યો છે. આ નાની વેનમાં જીવન જીવવા માટે જરૂરી એકોએક વસ્તુ હાજર છે.SSS