Western Times News

Gujarati News

ફરવાના શોખીનો માટે ગોવા ખોલવામાં આવ્યું: પણ શરતો લાગૂ

પણજી, ભારતમાં કોરોના વાઇરસનો કહેર વધતો જ જોવા મળી રહ્યો છે. ટ્રેનો ખાસ કરીને મુંબઇ લોકલ બંધ છે. લોકો ફરવા જતાં નથી બધી યોજનાઓ પર પાણી ફરી વળ્યું છે. પણ હવે ગોવા સરકાર દ્વારા પ્રવાસીઓ અને સહેલાણીઓ માટે રાજ્યના દ્વાર ખોલવાની જાહેરાત કરાઇ છે. તેથી લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. આ સાથે સરકાર દ્વારા ગોવામાં ૨૫૦ જેટલી હોટલોને ખોલવા માટેની છુટ પણ આપી છે. પરંતુ તેના માટે શરતો લાગુ કરી છે કે, ગોવામાં જે પણ પ્રવાસી ફરવા માટે આવશે તેણે તેની સાથે કોરોનાનો નેગિટીવ રિપોર્ટ લઈને આવવાનું રહેશે.

ગોવા જવા માગતા પ્રવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. ગોવાના પર્યટન મંત્રી એમ અજગાંવનકરે જણાવ્યું છે કે, તમામ પ્રવાસીઓ માટે ગોવા ખુલ્લું મુકવામાં આવ્યું છે,જેથી ૨૫૦ હોટલોને ખોલવા માટેની પણ પરવાનગી આપી દેવામાં આવી છે. ગોવામાં પ્રવેશ કરનારા દરેક પ્રવાસીઓએ ૪૮ કલાકની અંદરના કોરોનાનો નેગેટિવ રિપોર્ટ સાથે લઈને આવવાનો રહેશે નહીતર અનિવાર્ય રૂપે કોરોનાનું ટેસ્ટિંગ ત્યાં કરાવવું પડશે.

એક સમયે ગોવા દેશનું પહેલું કોરોના મુક્ત રાજ્ય હતું પરંતુ ત્યારબાદ અહીં કેસ સતત વધવા માંડ્‌યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બુધવારે જાહેર કરવામાં આવેલા કોરોના અપડેટ્‌સમાં રાજ્યમાં કુલ ૧૩૧૫ કોરોનાના કેસ નોંધાયા છે, જેમાં ૭૧૬ એક્ટીવ કેસ છે. ૫૯૬ લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે જયારે ૭૧૬ દર્દીઓની સારવાર ચાલી રહી છે અને ત્રણ વ્યક્તિઓનાં મોત નિપજ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.