ફરવા ગયેલા પરિવારના ઘરમાંથી સિક્યુરિટી ગાર્ડે જ દાગીનાની ચોરી કરી
અમદાવાદ, દિવાળીના તહેવાર દરમિયાન અનેક મકાનોમાં ચોરી થતી હોવાના કિસ્સા સામે આવતા હોય છે. કારણ કે કેટલાંક લોકો દિવાળીના તહેવાર દરમિયાન માદરે વતન કે પછી બહાર ક્યાંક ફરવા જતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો ચાંદખેડામાંથી સામે આવ્યો છે.
અહીં રહેતો એક પરિવાર દિવાળી કરવા માટે વતન ગયો હતો. ત્યારે સિક્યુરિટી ગાર્ડ જ તેમના જ ઘરમાં હાથફેરો કરી દાગીના ચોરી ફરાર થયો હતો. આ મામલે પોલીસ ફરિયાદ થતા આખો મામલો સામે આવ્યો હતો. બનાવની વિગત એવી છે કે, ચાંદખેડામાં દ્વારકેશ હાઈટ્સ આવેલી છે.
અહીં રહેતા રમેશભાઈ ડામોર થલતેજ કોર્પોરેશનની ઓફિસમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવે છે. રમેશભાઈએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદ મુજબ, તેઓ પોતાના પરિવાર સાથે દિવાળી કરવા માટે વતન દાહોદમાં ગયા હતા. જ્યારે તેઓ દિવાળી ઉજવીને પોતાના ઘરે પરત ફર્યા તો આંખો પહોળી થઈ ગઈ.
ઘરમાં જાેયુ તો અંદરનો તમામ સામાન વિર વિખેર પડ્યો હતો. ઘરની તિજાેરીમાં મૂકવામાં આવેલા દાગીના અને રોકડ રકમ ગાયબ હતી. ચોરાયેલા દાગીના રમેશભાઈને તેમના લગ્ન વખતે સાસરી પક્ષ તરફથી મળ્યા હતા.