Western Times News

Gujarati News

ફરસાણના વેપારીઓમાં ફફડાટ મ્યુનિ.આરોગ્ય વિભાગના દરોડા

File

 

ફરસાણમાં વપરાતું તેલ, જલેબીમાં વપરાતું ઘી, તથા ફરસાણમાં વપરાતો લોટ ભેળસેળવાળો હોવાની મળેલી ફરીયાદ બાદ મ્યુનિસિપલ આરોગ્ય વિભાગે ફરસાણ તથા મીઠાઈ વેચતી દુકાનોમાં દરોડા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : તહેવારો આવતા ફરસાણ તથા મીઠાઈનો ઉપાડ વધારે હોય છે. જેનો લાભ લઈ ઘણા ચવાણા સ્વીટ માર્ટ પર મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગની ટીમે જુદા જુદા વિસ્તારોમાં દરોડા પાડતા ફાફડ, જલેબી, તથા મીઠાઈ-ચવાણા વેચનારાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. આરોગ્યની ટીમે ઘણા સ્થળેથી સેમ્પલો લઈ ચકાસણી કરવા લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. તથા અખાદ્ય પદાર્થો નો સ્થળ પર નાશ કર્યો છે.

આસ્ટોડીયા દરવાજા પાસે આવેલ ઓસ્ટોડીયા ભજીયા હાઉસમાં સવારથી જ તેલ ફરસાણમાં વપરાતો લોટ, તથા મીઠાઈમાં જલેબીમાં વપરાતી વસ્તુઓની ચકાસણી કરી સેમ્પલો લઈ લેબોરેટરીમાં ટ્‌સ્ટ માટે મોકલવામાં આવનાર છે.
આસ્ટોડીયા દરવાજા પાસે આવેલા આસ્ટોડીયા ભજીયા હાઉસ ઉપરાંત ઘણા સ્થળોએ ચેકીંગ કરી ભેળસેળવાળા જણાતા ર૭૦ કિલો હળદર તથા અન્ય મસાલાનોનો સ્થળ પર જ નાશ કરી યોગ્ય કાર્યવાહી કરી છે. તહેવાર દરમ્યાન આરોગ્ય વિભાગ જાગૃત થઈ, સર્ચ ઓપરેશન શરૂ કરતા લોકોનો આવકાર મળી રહ્યો છે.

દશેરાના દિવસે અમદાવાદના નગરજનો કરોડો રૂપિયાના ફાફડા-જલેબી આરોગતા હોય છે. અને મોટાભાગના ફરસાણના વેપારીઓ બોર્ડ મારતા હોય છે. શુધ્ધ ઘી માં બનાવેલ જેલેબી,સિંગતેલમાં તળેલા ફાફડા મળશ. પરંતુ આરોગ્ય વિભાગને મળેલી ફરીયાદ અનુસાર શુધ્ધ ઘીને બદલે ભેળસેળવાળુ ઘી તથા સિંગતેલ જે વાપરવામાં આવેલ છે તે પણ મિશ્ર હોય છે. જે આરોગ્ય માટે નુકશાનકારક છે.

લોકોની ફરીયાદો તથા લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે દરોડા પાડવા શરૂ કરતાં ભેળસેળ કરતા વેપારીઓ ભારે ગભરાટ જાવા મળે છે. લખનૌ ચવાણા માર્ટ, મહાલક્ષ્મી ચવાણા માર્ટ,આસ્ટોડીયા તથા ગાંઠીયા રથ વગેરે ફરસાણની દુકાનોમાં દરોડા પાડી ચીજવસ્તુઓના નમુનાઓ ભેગા કર્યા છે. જે નમુનાઓ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.