ફરહાના ફાતેમા અનુષ્કા શર્માની જેમ શોર્ટ હેર લૂક ધારણ કર્યો

નવો હેરકટ ધારણ કરવાથી તમને આત્મવિશ્વાસ મળે છે અને સુંદર મહેસૂસ થાય છે એવું માનવામાં આવે છે. આ જ રેખા પર ચાલતાં એન્ડટીવી પર ઔર ભાઈ ક્યા ચલ રહા હૈ?માં શાંતિ મિશ્રાની ભૂમિકા ભજવતા ફરહાના ફાતેમા આગામી વાર્તામાં શોર્ટ હેરડુમાં જોવા મળવાની છું.
બોબ કટ ધારણ કરવા માટે રોમાંચિત ફરહાના ફાતેમા (શાંતિ મિશ્રા) કહે છે, “હું લાંબા હોય કે ટૂંકા હોય, હંમેશાં મારા વાળ સાથે અજમાયશ કરવાનું મને ગમે છે. તમે પાત્રમાં ઊંડાણમાં ઊતરો ત્યારે તમારે અમુક હેરસ્ટાઈલ જાળવવાનું જરૂરી બની જાય છે. જોકે મારા શો ઔર ભાઈ ક્યા ચલ રહા હૈ?માં કશુંક નવું અને રોમાંચક આવી રહ્યું છે.
તેમાં હેરડુ નવીનતા છે. આગામી વાર્તા છોટી ચોર આસપાસ વીંટળાયેલી છે, જ્યાં અમે શોર્ટ હરસ્ટાઈલ ધારણ કરી છે. તે એટલી હદે કે મને બોબ કટ વિગ આપવામાં આવી અને ત્યારથી તે મારો ફેવરીટ લૂક બની ગયો છે. બધાને મારો આ નવો લૂક ગમી ગયો છે.
જોકે સૌથી મોટી કોમ્પ્લિમેન્ટ મને પ્રાપ્ત થઈ તે મારી મનગમતી અભિનેત્રી અનુષ્કા શર્માની યાદ અપાવે છે. બન્યું એવું કે લૂક ટેસ્ટ દરમિયાન યુનિટના કોઈકે એવો ઈશારો કર્યો કે મારી હેરસ્ટાઈલ અનુષ્કના શોર્ટ હેર લૂક સાથે મળતી આવે છે. તે સમયે મને ભાન થયું કે આ વાત એકદમ સાચી છે.
હું ખુશીથી ઝૂમી ઊઠી. અનુષ્કા નિઃશંક રીતે બોલીવૂડમાં સૌથી ઉત્તમ કલાકારમાંથી એક છે અને મારી સૌથી ફેવરીટ પણ છે. તે જે રીતે પોતાને આગળ લઈ જાય છે અને તેનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ પણ બહુ જ સુંદર છે. તમારા મનગમતા કલાકાર સાથે તમારી તુલના કરવામાં આવે તો તેના જેવી બીજી કોઈ સારી શુભેચ્છા નહીં હોઈ શકે.
મેં ઘણા બધા પિક્ચર્સ ક્લિક કર્યા છે અને મારા સોશિયલ મિડિયા માટે અનેક રીલ શોટ કરી છે, જે પણ મને આ વાર્તા પ્રસારિત થયા પછી ટેલિવિઝન સ્ક્રીન પર મારો આખરી લૂક જોવા હું બહુ રોમાંચિત છું.”