Western Times News

Gujarati News

ફરહાન સાથે લગ્ન પહેલા શિબાનીએ હાથ પર ટેટૂ ત્રોફાવ્યું

મુંબઈ, ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર ફેબ્રુઆરી મહિનામાં લગ્ન કરવાના છે. બન્ને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. રિપોર્ટ્‌સ અનુસાર, ફરહાન અને શિબાની ૨૧ ફેબ્રુઆરીના રોજ કોર્ટ મેરેજ કરશે. લગ્નને હજી એક મહિનાની વાર છે ત્યારે શિબાનીએ પોતાના હાથમાં નવું ટેટૂ ત્રોફાવ્યું છે.

તેણે નવા ટેટૂની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. શિબાનીએ પોતાના હાથમાં હવામાં ઉડતી ત્રણ ચકલીઓ ત્રોફાવી છે. આ પ્રોસેસનો વીડિયો પણ તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે અને આર્ટિસ્ટનો આભાર વ્યક્ત કર્યો છે. શિબાની લખે છે કે, સાવિયો તમે એક સારા આર્ટિસ્ટ હોવાની સાથે સાથે એક સારા માણસ પણ છો.

આટલા સારા ટેટૂ માટે તમારો આભાર અને આટલા સારા માણસ હોવા બદલ પણ તમારો આભાર. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનામાં પોતાના જન્મદિવસ પર પણ શિબાનીએ એક ટેટૂ ત્રોફાવ્યુ હતું. તેણે ગરદન પર ફરહાન અખ્તરના નામનું ટેટૂ ત્રોફાવ્યુ હતું. શિબાનીએ જે ટેટૂ ત્રોફાવ્યું છે તેને Three Little Birds ટેટૂ કહેવામાં આવે છે.

આ ટેટૂમાં ૩ ચકલીઓ હોય છે જેનો અર્થ પણ ઘણો ખાસ છે. એક ચકલીનો અર્થ હોય છે સકારાત્મક વિચારો. બીજી ચકલીનો અર્થ હોય છે આઝાદી અને ત્રીજી ચકલીનો અર્થ હોય છે સમયની સાથે બધું સારુ થવું. નોંધનીય છે કે લગભગ ૩ વર્ષથી ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર રિલેશનશિપમાં છે.

તેઓ ટુંક સમયમાં પોતાના રિલેશનશિપને આગળ વધારશે અને લગ્નના બંધનમાં બંધાઈ જશે. પ્રાપ્ત જાણકારી અનુસાર, શિબાની અને ફરહાન લાંબા સમયથી લગ્ન માટે આયોજન કરી રહ્યા છે. તેઓ લગ્ન ધૂમધામથી નથી કરવા માંગતા, તેઓ કોર્ટ મેરેજ કરવા માંગે છે. શિબાની અને ફરહાન પોતાના રિલેશનશિપને છુપાવતા નથી.

તેઓ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ્‌સ પર અવારનવાર એકબીજા સાથેની તસવીરો શેર કરતા રહે છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, ફરહાન અખ્તર અત્યારે ફિલ્મ જી લે ઝરાની તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મમાં કેટરિના કૈફ, પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટ મુખ્ય પાત્રમાં જાેવા મળશે. મેકર્સ આ ફિલ્મને આવતા વર્ષ સુધી રીલિઝ કરવાની યોજના ઘડી રહ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.