ફરાર થયેલા ગુમાનસિંહ રાજપુતને નરોડા પોલીસ સ્ટેશને હાજર થવાનું ફરમાન જાહેર કરાયું
અમદાવાદ શહેર વિસ્તારમાં અસામાજિક પ્રવૃતિ આચરતા ગુમાનસિંહ ઉર્ફે રાનુ ઉર્ફે નિર્ભયસિંહ રાજ્પુત ઉમંર-૩૪ વર્ષરહે. સી.શીરોમણી પાર્કસોસાયટી, બાપા સિતારામ ચોકની બાજુમાં, કૃષ્ણનગર, અમદાવાદના વિરુધ્ધ અસામાજિક પ્રવૃતિ પ્રતિબંધક ધારા ૧૯૮૫ની કલમ૩(૨)તેમજ ગૃહ વિભાગના જાહેરનામાં મુજબ અટકાયત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
પરતું ઉકત વ્યક્તિ આપેલા સરનામા પરથી ફરાર થઈ જવા પામેલ છે તેથી અટકાયતી હુકમની અમલ બજવણી થઈ શકતી નથી. તેથીઅસામાજિક પ્રવૃતિપ્રતિબંધક ધારા ૧૯૮૫ની કલમ ૮(૨) મુજબ ગુમાનસિંહ રાજપુતને ફરાર જાહેર કરવામા આવેલ છે.
અને દિન-૩૦ માં નરોડા પોલીસ સ્ટેશન, અમદાવાદમાં હાજર થવાનો આદેશ કરવામાં આવ્યો છે. નિયત સમય મર્યાદામાં હાજર ન થતા ફોજદારી કાર્યરીતિમુજબ કાર્યવાહી કરવામાં આવશે તેમ અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રી દ્વારા જણાવવામાં આવ્યુ છે.