ફરાર થયેલા પાકા કામના બે કેદીઓને ઝઘડિયા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડયા
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ઝઘડિયાના રખા ફળિયા અને હનુમાન ફળિયામાં રહેતા અને પેરોલ તથા ફલો રજા પર આવેલા પાકા કામના કેદી રજા પુરી થતા હાજર થયા ન હતા જેથી જેલરે તેમની વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.ઝઘડિયા ગામના બે પાકા કામના કેદી જેમને આજીવન કેદની સજા થઈ હતી તેઓ પેરોલ તથા ફલો રજા પર આવ્યા બાદ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે રજા પુરી થતાં હાજર નહીં થતાં જેલરે તેમની વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. ગુનો નોંધવાના ગણતરીના કલાકોમાં ઝઘડિયા પોલીસે બંને પાકા કામના કેદીઓને ઝડપી પાડયા છે.
ઝઘડિયા ગામના રખા ફળિયામાં રહેતો અજય ઉર્ફે ગજો અશ્વિન વસાવા તથા હનુમાન ફળિયામાં રહેતો અશોક ભીખા વસાવા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં અલગ-અલગ ગુના નોંધાયા હતા. ઝઘડિયાના આ બંને આરોપીઓને આજીવન કેદની સજા થઈ હતી.હાલમાં કોરોનાવાયરસના સંક્રમણના કારણે બંને આરોપીઓ પેરોલ તથા ફ્લો રજા પર આવ્યા હતા.
તેમની રજા પુરી થયા બાદ પણ તેઓ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે હાજર નહીં થતાં જેલરે તેમની વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં જ ઝઘડિયા પોલીસે અજય ઉર્ફે ગજો અશ્વિન વસાવા તથા અશોક ભીખા વસાવાને ઝડપી પાડયા હતા ઝડપાયેલ બંને પાકા કામના કેદીઓ વિરુદ્ધ ઝઘડિયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.