ફરાહ ખાને બતાવી કરણ જોહરના વોર્ડરોબની ઝલક

મુંબઈ, ફિલ્મમેકર કરણ જાેહર બુધવારે ૫૦મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો ૨૫મી મેના રોજ કરણ જાેહર ધૂમધામથી પોતાના જન્મદિવસની ઉજવણી કરે છે. આ વખતે પણ તેના જન્મદિવસના સેલિબ્રેશનમાં સ્ટાર્સનો મેળાવડો થયો હતો.
ગૌરી ખાન, ફરાહ ખાન, મહીપ કપૂર, સીમા સચદેવ વગેરે અનેક મહેમાનો તેના ઘરે પહોંચ્યા હતા. પાર્ટીની અંદરની કોઈ જાણકારી તો સામે નથી આવી, પરંતુ એક વીડિયો ચોક્કસપણે વાયરલ થઈ રહ્યો છે, જે ફરાહ ખાન કુંદરે શેર કર્યો. ફરાહ ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કરણ જાેહરના ક્લોઝેટનો એક વીડિયો શેર કર્યો છે.
આ વાતથી કોઈ અજાણ નથી કે કરણ જાેહર મોંઘી બ્રાન્ડના અને સ્ટાઈલિશ કપડા પહેરે છે. જ્યારે કરણ જાેહર હુનરબાઝ…દેશ કી શાન રિયાલિટી શૉ જજ કરી રહ્યો હતો, તે સમયે પણ એવા ડિઝાઈનરના નામ લેતો હતો, જે સમજવામાં પણ અને બોલવામાં પણ મુશ્કેલ હતા.
View this post on Instagram
ફરાહ ખાને પણ આ વીડિયોમાં એને પૂછ્યું છે કે આજે તેણે જન્મદિવસની પાર્ટીમાં કયા ડિઝાઈનરના કપડા પહેર્યા છે. કરણે જે પોતાના સ્ટાઈલિશનું નામ કહ્યું તે ફરાહ ખાન પણ નહોતી સમજી શકી. કરણના વોર્ડરોબનો વીડિયો શેર કરીને ફરાહ ખાને લખ્યું કે, કરણ જાેહર ૫૦મા જન્મદિવસની શુભકામનાઓ.
મારા સૌથી ફની, એક્ટિવ અને ઈન્ટેલિજન્ટ મિત્ર. આ વીડિયોમાં અનેક વાર ર્ંરર સ્અ ય્ર્ઙ્ઘ કહેવા માટે માફી માંગુ છું. વીડિયોમાં ફરાહ પોતાના મોબાઈલથી કરણ જાેહરના વોર્ડરોબનો વીડિયો શૂટ કરે છે. અહીં કદાચ સેંકડોની સંખ્યામાં જાતજાતના અને રંગબેરંગી જૂતા પડ્યા હતા.
આ સિવાય અનેક હૂડી, જેકેટ્સ, ટી-શર્ટ્સ અને શર્ટ્સ પણ જાેવા મળ્યા હતા. એક મોટો ઓરડો કપડા અને જૂતાથી ભરાયેલો હતો. આ જાેઈને ફરાહ ખાન તો ચોંકી જ ગઈ છે, સાથે સાથે ફેન્સનું પણ માથું ચકરાઈ ગયું છે.
એક યુઝરે તો આ વીડિયોના કમેન્ટ સેક્શનમાં લખ્યું કે, ધર્મા શોપિંગ સેન્ટર. એક વ્યક્તિએ લખ્યું કે, ઘરમાં મૉલ હોય તેમ લાગી રહ્યું છે. પહેલા એવી જાણકારી સામે આવી હતી કે કરણ જાેહરના સ્ટુડિયોમાં જ પાર્ટી હોસ્ટ કરશે, જેની થીમ બ્લેક હશે. ધર્મા પ્રોડક્શન સાથે કામ કરનાર તમામ ડિરેક્ટર્સ આ પાર્ટીમાં સામેલ થવાની પણ જાણકારી મળી હતી.SS1MS