Western Times News

Gujarati News

ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે નરેન્દ્ર મોદી ભાષણ આપશે

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૨ જુલાઈના રોજ થનારા ઈન્ડિયા આઈડિયા સમિટમાં ભાષણ આપશે. આ શિખર સમ્મેલનની મેજબાની અમેરિકા અને ભારતના વ્યાપાર પરિષદ દ્વારા કરવામાં આવી રહી છે. આ વર્ષે પરિષદના ગઠનની ૪૫મી વર્ષગાંઠ છે. પ્રધાનમંત્રી કાર્યલય દ્વારા તેની જાણકારી આપવામાં આવી છે. ‘ઈન્ડિયા આઈડિયા સમિટ’પરિષદના ગઠનની ૪૫મી વર્ષગાંઠ છે. ૨૨ જુલાઈના રોજ એટલે કે આવતી કાલે એક શિખર સમ્મેલન થવા જઈ રહ્યું છે. આવતી કાલે થનારા ‘ઈન્ડિયા આઈડિયા સમિટ’ની મેજબાની અમેરિકા અને ભારતના વ્યાપાર પરિષદ દ્વારા કરવામાં આવી રહી છે. આ સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભાષણ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ નરેન્દ્ર મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સામાજિક પરિષદના સમાપન સત્રમાં ભાષણ આપ્યું હતુ. જેમાં નોર્વેના વડાપ્રધાન અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ પણ ઉપસ્થિત હતા. નોંધનીય છે કે ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારત ૨૦૨૧-૨૨ના સત્ર માટે અસ્થાયી સદસ્ય બન્યું છે. સુરક્ષા પરિષદમાં અસ્થાયી સદસ્ય તરીકે ચૂંટણીમાં જીત બાદ આ પહેલો મોકો હતો જયારે પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્રમાં સંબોધન કર્યું હતુ અને ભારતની સફળ સિદ્ધિઓને ટાંકી હતી.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોરોના વાયરસ સામે લડાઈમાં અમે ૧૫૦થી વધારે દેશોમાં મેડિકલ અને અન્ય સહાયતાઓ વધારી. તેમણે આગળ કહ્યું કે ‘ભારતે છેલ્લા પાંચ વર્ષમાં ૩૮ મિલિયન કાર્બન ઉત્સર્જન ઓછું કરવા, ગરીબો માટે ઘર બનાવવા તેમને સારવાર માટે આયુષ્માન યોજના આપવા સહિત દુનિયાનું સૌથી મોટું સ્વચ્છતા અભિયાન ચલાવવામાં અને સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાવવા જેવી સિદ્ધિઓ ગણાવી હતી.

તેમણે એમ પણ કહ્યું હતુ કે ‘ભારત દરેક આફતો સામે મજબૂતીથી લડ્યા છીએ અને કોરોના સામેની લડાઈને જનઆંદોલન બનાવી દેવામાં આવ્યું છે. અમે સાર્ક કોવિડ ઈમરજન્સી ફંડ બનાવ્યું. કોરોના વાયરસના કારણે ઉદ્ભવેલ આર્થિક સ્થિતિને ઠીક કરવા માટે આત્મનિર્ભર ભારત શરુ કરવામાં આવ્યું. અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે પેકેજની જાહેરાત કરવામાં આવી. આમારો ઉદ્દેશ છે સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ. કોરોના સામેની લડાઈમાં વિકાસશીલ દેશોની મદદ કરવામાં આવી રહી છે.’ ત્યારે જોવાનું રહ્યું કે આવતી કાલે પીએમ કયા વિષય પર વાત કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.