ફરી એક વખત સાથે જાેવા મળ્યા નવાઝ અને રાધિકા, જુઓ ફિલ્મ ‘રાત એકેલી હૈ’નું ટ્રેલર
મુંબઈ: કોરોના મહામારીને જાેતા ફિલ્મમેકર્સ પોતાની ફિલ્મો ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરી રહ્યા છે. નવાઝુદ્દીન સિદ્દીકી અને રાધિકા આપ્ટે ‘રાત અકેલી હૈ’ થી ફરી એક વખત ધમાકો કરવા આવી રહ્યા છે. આ ફિલ્મ હની ત્રેહાનનું ડિરેક્ટોરિયલ ડેબ્યૂ છે. ફિલ્મમાં નવાઝ સ્ટાઈલિશ પોલીસવાળાનો રોલ કરી રહ્યો છે.
આ ક્રાઈમ થ્રિલરમાં નવાઝુદ્દીન સિદ્દીકી એક મર્ડર કેસની તપાસ કરવા જાય છે. તેનું નામ જટિલ યાદલ છે અને કેસ પણ તેમના નામ જેવો જ છે. ઘરના માલિક રઘુબીર સિંહનું મોત થઈ જાય છેઅને જટિલ યાદવને શંકા છે કે તેમાં તેમના પરિવારનું જ કોઈ સંડોવાયેલું છે. ‘ઘોલ’ બાદ રાધિકા નેટફ્લિક્સ પર વાપસી કરી રહી છે. ‘રાત અકેલી હૈ’માં એક વદ્ધ માલિકની નવી પત્નીના રોલમાં છે. રાધિકાનું પાત્ર પણ ખુબ જ રસપ્રદ છે. પોલીસને શંકા છે કે હત્યા રાધિકાએ કરી છે.
ટ્રેલરમાં જાેઈ શકાય છે કે, નવાઝ કેસની તપાસ કરી રહ્યો છે. તિગ્માશું ધૂલિયા નવાઝના સીનિયર ઓફિસરના રોલમાં જાેવા મળે છે. આ સાથે શ્વેતા ત્રિપાઠી, આદિત્ય શ્રીવાસ્તવ, ઈલા અરુણ અને શિવાની રઘુવંશી પણ મહત્વના પાત્રમાં છે. આ ફિલ્મ ૩૧ જુલાઈના રોજ રિલીઝ થશે.