ફરી વધી રહ્યો છે કોરોનાનો આતંક, મુંબઇમાં ૩૩ તો દિલ્હીમાં ૨૨% કેસ વધ્યા
નવી દિલ્હી, કોરોનાના વધાતા જતા ગ્રાફને ફરી દેશવાસીઓની ચિંતા વધારવા લાગ્યો છે. જૂન આવતાં જ લોકોને નવી લહેરનો ડર સતાવવા લાગ્યો છે. મુંબઇમાં ૩૩ ટકા કોરોના કેસોમાં વધારો થયો છે તો બીજી તરફ દિલ્હીમાં ૨૨ ટકા નવા કેસ સામે આવ્યા છે.
આજના દિવસે એટલે કે બુધવારની વાત કરી તો મુંબઇમાં ૨૨૯૩ નવા કેસ સામે આવ્યા છે, જાેકે ૨૩ જાન્યુઆરી બાદ સૌથી વધુ દૈનિક કેસ છે. મુંબઇ ઉપરાંત રાષ્ટ્રીય રાજધાનીમાં બુધવારે કોરોનાના ૧૩૭૫ નવા કેસ સામે આવ્યા તો ૨ના મોત થયા છે.
મુંબઇમાં બીએમસીએ મેડિકલ બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે બુધવારે શહેરમાં કોરોના ૨,૨૯૩ નવા નવા કેસ નોંધાયા છે, જાે ૨૩ જાન્યુઆરી બાદથી સૌથી વધુ દૈનિક કોરોના કેસ છે. સાથે જ ૧ મોત થયું છે. બીએમસીના અનુસાર મુંબઇમાં કોરોના કેસોની કુલ સંખ્યા હવે ૧૦,૮૫,૮૮૨ થઇ ગયા છે, જ્યારે મોતોની સંખ્યા વધીને ૧૯,૫૭૬ થઇ ગયા.
મુંબઇમાં ૫ મહિના બાદ ૨,૦૦૦ કેસ દરરોજનો આંકડો પાર થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત દિવસે એટલે કે મંગળવારે કોરોનાના ૧૭૨૪ નવા કેસ અને ૨ના મોત થયા હતા. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા બુલેટીન અનુસાર ૧૩૭૫ નવા કોરોના કેસ સામે આવ્યા.
ભારતમાં ગત ૨૪ કલાકમાં ૮૮૨૨ નવા કેસ નોંધાતાની સાથે જ કોવિડના કેસમાં વધારો થયો છે, જેથી દેશમાં કોરોનાના કેસોની કુલ સંખ્યા ૪,૩૨,૪૫,૫૧૭ થઇ ગઇ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે પોતાનો ડેટા જાહેર કરતાં કહ્યું કે દેશમાં સક્રિય કેસ વધીને ૫૩,૬૩૭ થઇ ગયા છે.SS1MS