ફલાઈટમાંથી બેગ ગાયબ થતાં સ્પાઈસ જેટને દંડ ફટકારાયો
અમદાવાદ, મુંબઈથી અમદાવાદની હવાઈ સફર દરમ્યાન જાન્યુઆરી ર૦૧૪માં અમદાવાદના વસ્ત્રાપુર ખાતે રહેતાં મુસાફરની બેગ ગુમ થઈ હતી. બેગમાં કપડાં જવેલરી સહીતનીકિંમતી વસ્તુ હોવાથી દોઢ લાખનું નુકશાન થયું હતું. આ કેસમાં અમદાવાદની ગ્રાહક કોર્ટે સ્પાઈસ જેટ લિ. અને ડોમેસ્ટીક એરપોર્ટ, અમદાવાદને દંડ ફટકાર્યો છે. બેગ ગુમ થઈ તે બદલ વળતર પેટે ૩ હજાર ૮ ટકા વ્યાજ સાથે ૩૦ દિવસમાં મુસાફરને આપી દેવા માટે હુકમ કર્યો હતો. સાથે જ માનસીક યાતના અને ફરીયાદ ખર્ચ બદલ ૧૦ હજાર ચુકવવા માટે ૩૧ મી જુલાઈએ હુકમ કરાયો છે
ફરીયાદી ગ્રાહક નેહા દોશીએ ગ્રાહક તકરાર નિવાર ફોરમ સમક્ષ કેસ માંડયો હતો જેમાં દોઢ લાખના વળતરની દાદ માગવામાં આવી હતી. ર૪મી જાન્યુઆરી ર૦૧૪માં મુંબઈથી અમદાવાદ જવા માટે ફલાઈટ નંબર એજી પર૯માં મુસાફરી કરી હતી. જાકે મુસાફર અમદાવાદ પહોચ્યા ત્યારે ૧૦ કિલો વજન ધરાવતી એક બેગ ગાયબ હતી.
એર લાઈન્સને ફરીયાદ કરી તો દોઢ લાખના બદલામાં માત્ર ર હજાર આપવા તૈયારી બતાવતાં કેસ કરાયો હતો. બીજી તરફ સ્પાઈસ જેટ તરફથી એવો જવાબ રજુ કરાયો હતો. કે, અમે ગુમ લગેજની કિંમત ચુકવવા તૈયાર હોવાથી અમારી સેવામાં કોઈ ખામી નથી. શરતોને આધીન અમે વધુમાં વધુ ત્રણ હજાર વળતર ચુકવી શકીએ. ટિકીટ લે ત્યારે તેમાં સ્પષ્ટ લખાણ હોય છે કે, કિમતી વસ્તુ પોતાની પાસે હેન્ડબેગમાં રાખવી જાઈએ. અંતે ઉપરોકત હુકમ કરાયો હતો.