ફલેટમાં બંધ કરી એક મહીના સુધી મોડલનો બળાત્કાર કરવામાં આવ્યો
તિરૂવનંતપુરમ: એક ચોંકાવનારી ધટનાાં ૨૪ વર્ષીય મહિલાને ત્રણ મહીના પહેલા કોચ્ચીના એક ફલેટમાં કહેવાતી રીતે બંધ કરી દેવામાં આવી હતી ત્યારબાદ તેના પ્રેમી દ્વારા લગભગ એક મહીના સુધી તેને પ્રતાપિડ અને યૌન ઉત્પીડન કરવામાં આવ્યું હતું જાે કે મહિલા ફલેટથી ભાગવામાં સફળ રહી અને આ અંગેની જાણ પોલીસને કરી હતી પીડિતાનો આરોપ છે કે આરોપીની વિરૂધ્ધ કોઇ કાર્યવાહી કરવામાં પોલીસ નિષ્ફળ રહી
આ ઘટના ત્યારે સામે આવી જયારે તેની એક મિત્રે પીડિત મહિલાની તસવીર જારી કરી ફોટોમાં તેના શરીર પર અનેક નિશાન હતાં તેમાં ડામ દીધેલાના નિશાન પણ સામેલ હતાં જાે કે પોલીસનું કહેવુ છે કે આરોપી એક નાનો વેપારી છે ફરિયાદ દાખલ કરાવ્યા બાદથી તે ફરાર થઇ ગયો છે.બાદમાં આરોપીએ વચગાળાના જામીન માટે હાઇકોર્ટનો દરવાજાે ખખડાવ્યો હતો અદાલતે પોલીસને મામલાનું વિવરણ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો પોલીસે બાદમાં એક વિશેષ તપાસ ટીમની રચના કરી કોચ્ચીના પોલીસ કમિશ્નર સી નાગરાજુએ કહ્યું કે આરોપીને પકડવા માટે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.
ઉત્તરી કેરલના કન્નુરની રહેવાસી એક મોડલ મહિલાએ પોતાના ફરિયાદમાં કહ્યું હતું કે તેને ૨૨ દિવસ સુધી ફલેટમાં રાખવામાં આવી અને પ્રતાડિત કરવામાં આવી અને યૌન ઉત્પીડન કરવામાં આવ્યું તેણે એ પણ દાવો કર્યો કે તેને પેશાન પીવા માટે મજબુર કરવામાં આવી હતી અને આરોપીએ તેને સિગારેટના ડામ આપ્યા હતાં તેણે કહ્યું કે આરોપી ભોજન લેવા માટે ગયો ત્યારે તે ફલેટમાંથી ભાગી ગઇ તેણે કહ્યું કે તે ફરિયાદ નોંધાવવાથી ડરતી હતી
કારણ કે આરોપીએ અનેક પ્રસંગો પર તેની તસવીર અને વીડિયો શુટ કરી હતી. પરંતુ પોલીસે કહ્યું કે બંન્ને કેટલાક સમયથી સાથે રહેતા હતાં અને કહેવાતી રીતે કેટલીક વ્યાપારિક લેવડદેવડને લઇ તેમની વચ્ચે મતભેદ થયા તેણે કહ્યું કે બંન્નેના દાવામાં અંતર છે પોલીસે આરોપી પર દુષ્કર્મ હેરકાયદેસર હિરાસત અને મારપીટ સહિત અનેક આરોપ લગાવ્યા છે.
રાજય મહિલા પંચે આ મામલા પર પોલીસને મામલાની વિસ્તારથી તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે પંચે મામલાની તપાસમાં વિલંબ માટે સંબંધિત પોલીસ અધિકારીઓની ટીકા કરી છે આ સાથે પોલીસને પીડિતાને સુરક્ષા આપવાનો નિર્દેશ આપ્યો છે. તેણે પહેલા ફરિયાદ કરી હતી કે તે ફરિયાદ પાછી લેવા માટે ખુબ દબાણમાં હતી