Western Times News

Gujarati News

ફસાયેલ વિદેશીનાં વિઝાની માન્યતા ઓગસ્ટ સુધી કરાઈ

canada visa task force

ભારતમાં ફસાયેલા આવા વિદેશી નાગરિકોના ભારતીય વિઝા કે રોકાણની અવધિને માન્ય ગણવામાં આવશે

નવી દિલ્હી: માર્ચ ૨૦૨૦થી કોવિડ-૧૯ મહામારીના કારણે સામાન્ય વાણિજ્યિક ફ્લાઈટ સંચાલન ઉપલબ્ધ ન હોવાના કારણે, માન્ય ભારતીય વિઝા પર માર્ચ ૨૦૨૦ અગાઉ ભારત આવેલા અનેક વિદેશી નાગરિક ભારતમાં ફસાયા હતા. એવા વિદેશી નાગરિકોને લોકડાઉનના કારણે ભારતમાં પોતાના વિઝાની સમયમર્યાદા વધારવામાં થતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ ૨૯.૦૬.૨૦૨૦ના રોજ એક આદેશ જારી કર્યો હતો. જેમાં જણાવાયું હતું

ભારતીય વિઝા કે રોકાણની અવધિ નિર્ધારિત છે. જેમાં ૩૦.૦૬.૨૦૨૧ના રોજ સમાપ્ત થનારા આવા વિદેશી નાગરિકોના વિઝાની મર્યાદાને સામાન્ય આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ સંચાલન ફરી શરૂ થવાની તારીખથી વધુ ૩૦ દિવસ સુધી નિઃશૂલ્ક આધાર પર માન્ય ગણવામાં આવશે.

જાે કે, આવા વિદેશી નાગરિકો મહિનાના હિસાબે પોતાના વિઝાના વિસ્તાર કે રોકાણની અવધિ માટે અરજી કરી રહ્યા છે. સામાન્ય વાણિજ્યિક ફ્લાઈટ સંચાલનને ફરીથી શરૂ ન કરવાની સ્થિતિમાં

આ અંગે હવે એમએચએ દ્વારા ફેરવિચારણા કરવામાં આવી છે અને એ અનુસાર આ ર્નિણય લેવાયો છે કે ભારતમાં ફસાયેલા આવા વિદેશી નાગરિકોના ભારતીય વિઝા કે રોકાણની અવધિને માન્ય ગણવામાં આવશે. જે ૩૧.૦૮.૨૦૨૧ સુધી કોઈ ઓવરસ્ટે પેનલ્ટી વિના નિઃશૂલ્ક રીતે માન્ય ગણાશે.

આ વિદેશી નાગરિકોએ પોતાના વિઝાની મર્યાદા વધારવા માટે સંબંધિત એફઆરઆરઓ/એફઆરઓને કોઈ અરજી કરવાની આવશ્યક્તા રહેશે નહીં. આવા વિદેશી નાગરિકો દેશની બહાર નીકળતા પહેલા સંબંધિત એફઆરઆરઓ/એફઆરઓને બહાર નીકળવાની અનુમતિ માટે અરજી કરી શકે છે, જે કોઈપણ ઓવરસ્ટે પેનલ્ટી વિના નિઃશૂલ્ક પ્રદાન કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.