ફાંસીની સજા પામેલા કેદીએ મેળવ્યો ધોરણ ૧૦માં ફર્સ્ટ ક્લાસ
લખનૌ, ઉત્તર પ્રદેશના એક કેદી, જેને શાહજહાંપુરની અદાલતે મૃત્યુદંડની સજા ફટકારી છે, તેણે યુપી બોર્ડની ધોરણ ૧૦ની પરીક્ષા ફર્સ્ટ ડિવિઝન સાથે પાસ કરી છે.
રિપોર્ટ્સ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, જિલ્લા જેલ શાહજહાંપુરના જેલ અધિક્ષક બી. ડી. પાંડેએ જણાવ્યું હતું કે, જિલ્લા અદાલતે પાંચ વર્ષની માસૂમની હત્યાના કેસમાં મનોજ નામના વ્યક્તિને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. સજા સંભળાવ્યા પછી, મનોજે જેલમાંથી જ ધોરણ ૧૦ની પરીક્ષા માટે અભ્યાસ ચાલુ રાખ્યો અને જાહેર થયેલા ઉત્તર પ્રદેશ બોર્ડના પરિણામો અનુસાર, મનોજે પ્રથમ વિભાગ સાથે ૧૦મું ધોરણ પાસ કર્યું છે.
ઉત્તર પ્રદેશ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. જાહેર થયેલા પરિણામો અનુસાર, કેદી મનોજ યાદવે ૬૪ ટકા માર્ક્સ સાથે ફર્સ્ટ ક્લાસ સાથે ૧૦મા ધોરણની પરીક્ષા પાસ કરી છે.
જેલ સુપ્રિટેન્ડેન્ટે જણાવ્યું કે, કેદી મનોજ યાદવ કોતવાલી કલાન વિસ્તારનો રહેવાસી છે. તેણે ૨૮ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ પાંચ વર્ષના નિર્દોષ અનમોલની ગોળી મારીને હત્યા કરી હતી, જેના માટે તેને શાહજહાંપુર કોર્ટે ૨૪ નવેમ્બર, ૨૦૨૧ના રોજ મૃત્યુદંડની સજા ફટકારી હતી.
તેણે વધુમાં જણાવ્યું કે, સજા સંભળાવતા પહેલા પણ મનોજે જેલમાં જ ધોરણ ૧૦નું ફોર્મ ભર્યું હતું, પરંતુ ફાંસીની સજા સંભળાવ્યા બાદ તેણેવાંચન-લેખન સંપૂર્ણપણે છોડી દીધું હતું.
જેલ અધિક્ષક બી.ડી. પાંડેએ કહ્યું કે, જેલના ઘણા અધિકારીઓએ તેને ખંતથી અભ્યાસ કરવા માટે પ્રેરિત કર્યા, ત્યારબાદ તેણે ફરીથીઅભ્યાસ શરૂ કર્યો હતો. મનોજે ધોરણ ૧૦ ના દરેક વિષયની પરીક્ષા આપી, જેના પરિણામ સ્વરૂપે મનોજે ૬૪ ટકા માર્ક્સ મેળવીને પ્રથમવિભાગમાં પરીક્ષા પાસ કરી હતી.HS1MS