Western Times News

Gujarati News

ફાઇઝર બાદ સીરમે માગી કોરોના વેક્સિનના ઉપયોગની મંજૂરી

Files Photo

નવી દિલ્હી: સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ ભારતમાં ઓક્સફોર્ડની કોવિડ-૧૯ રસી ‘કોવિશીલ્ડ’ની આપાતકાલીન ઉપયોગની ઔપચારિક મંજૂરી પ્રાપ્ત કરવા માટે ડ્રગ કંટ્રોલર ઓફ ઈન્ડિયા સમક્ષ અરજી કરનારી પ્રથમ સ્વદેશી કંપની બની ગઈ છે. સત્તાવાર સૂત્રોએ આ જાણકારી આપી છે.

સૂત્રોએ જણાવ્યું કે, કંપનીએ મહામારી દરમિયાન ચિકિત્સા જરૂરીયાતો અને વ્યાપક સ્તર પર જનતાના હિતનો હવાલો આપતા આ મંજૂરી આપવાની વિનંતી કરી છે. આ પહેલા શનિવારે અમેરિકી દવા નિર્માતા કંપની ફાઇઝરના ભારતીય એકમે તેના દ્વારા વિકસિત કોવિડ-૧૯ રસીના ઇમરજન્સી ઉપયોગની ઔપચારિક મંજૂરી માટે ભારતીય દવા નિયામક સમક્ષ અરજી કરી હતી.

ફાઇઝરની કોરોના રસીને બ્રિટન અને બહરીનમાં આ રીતે મંજૂરી મેળવવાની વિનંતી કરી હતી. તો એસઆઈઆઈએ ભારતીય તબીબી સંશોધન પરિષદની સાથે મળીને દેશના વિભિન્ન ભાગમાં ઓક્સફોર્ડની કોવિડ-૧૯ રસી કોવિશીલ્ડના ત્રીતા તબક્કાની ક્લીનિકલ ટ્રાયલ પણ કરી છે. સત્તાવાર સૂત્રોએ એસઆઈઆઈની અરજીનો હવાલો આપતા કહ્યું કે, કંપનીએ જણાવ્યું કે, ક્લીનિકલ ટ્રાયલના ચાર ડેટામાં તે સામે આવ્યું કે, કોવિશીલ્ડ લક્ષણ વાળા દર્દીઓ અને ખાસ કરીને કોવિડ-૧૯ના ગંભીર દર્દીઓના મામલામાં ખુબ પ્રભાવશાળી છે.

ચારમાંથી બે ટ્રાયલ ડેટા બ્રિટન જ્યારે જ્યારે એક-એક ભારત અને બ્રાઝીલથી સંબંધિત છે. મહત્વનું છે કે હાલમાં સીઆઈઆઈના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યુ હતુ કે કોરોના વેક્સીન કોવિશીલ્ડ ટ્રાયલમાં ૯૦ ટકા અસરકારક સાબિત થઈ છે. જલદી બધા માટે ઉપલબ્ધ થશે. તેમણે તે પણ દાવો કર્યો કે, એસ્ટ્રાઝેનેકા સાથે ૧૦ કરોડ ડોઝની સમજુતી કરવામાં આવી છે.

જાન્યુઆરી સુધી કોવિશીલ્ડના ઓછામાં ઓછા ૧૦૦ મિલિયન ડોઝ ઉપલબ્ધ જશે જ્યારે ફેબ્રુઆરીના અંત સુધી તેના બજારો મિલિયન ડોઝ તૈયાર કરી શકાય છે. ઇમરજન્સી યૂઝ ઓથોરાઇઝેશન એટલે કે ઈયુએ વેક્સિન અને દવાઓ, ત્યાં સુધી કે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ્‌સ અને મેડિકલ ડિવાઇઝ માટે પણ લેવામાં આવે છે. ભારતમાં તે માટે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન રેગુલેટરી બોડી છે.

વેક્સિન અને દવાઓ માટે આવું અપ્રૂવલ તેની સેફ્ટી અને અસરનું અસેસમેન્ટ બાદ આપવામાં આવે છે. તે માટે ક્લિનિકલ ટ્રાયલના ડેટાના આધાર બનાવવામાં આવે છે. સામાન્ય રીતે વેક્સિનના અપ્રૂવલમાં ઘણા વર્ષો લાગે છે. અત્યાર સુધી ચોથી ઓછા અપ્રૂવલના સમય ચાર વર્ષ હતો. કટોકટીની સ્થિતિ, જેમ હાલ છે, દુનિયાભરના દેશોમાં એવી વ્યવ્થા છે કે દવાઓ અને રસીને અંતરિમ મંજૂરી આપી શકાય જાે તેની અસરના પૂરતા પૂરાવા હોય.

ફાઇનલ અપ્રૂવલ સંપૂર્ણ ડેટાના એનાલિસિસ બાદ જ મળે છે. દેશમાં કોરોનાના વધતા કેસોની વચ્ચે કોરોના વાયરસ વેક્સીનને લઈને અગત્યની જાણકારી મળી રહી છે. અહેવાલ છે કે ફાઇઝર બાદ હવે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ પણ પોતાની કોવિશીલ્ડ વેક્સીનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી માંગી છે.

આ પગલાં સાથે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની સમક્ષ અરજી કરનારી પહેલી સ્વદેશી કંપની બની ગઈ છે. અહેવાલ છે કે, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ મહામારી દરમિયાન ચિકિત્સા આવશ્યક્તાઓ અને વ્યાપક સ્તર પર જનતાના હિતનો હવાલો આપતા ડીસીજીઆઈને કોવિશીલ્ડ વેક્સીનને મંજૂરી આપવા માટે અનુરોધ કર્યો છે. નોંધનીય છે કે આ પહેલા શનિવારે અમેરિકાની દવા નિર્માતા કંપની ફાઇઝરના ભારતીય યૂનિટે કોરોના વેક્સીનના ઇમરજન્સી ઉપયોગની ઔપચારિક મંજૂરી માટે અરજી કરી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ ડીસીજીઆઈમાં અરજી દરમિયાન હવાલો આપ્યો છે કે ક્લીનિકલ પરીક્ષણના ચાર ડેટાથી આ જાણકારી મળી છે કે કોવિશીલ્ડ વેક્સીન ગંભીર લક્ષણવાળા કોરોના દર્દીઓની સારવારમાં ઘણી પ્રભાવકારી સાબિત થઇ છે.

એસઆઈઆઈએ જણાવ્યું કે ચારમાંથી બે પરીક્ષણ ડેટા બ્રિટન જ્યારે એક ભારત અને એક બ્રાઝિલથી સંબંધિત છે. નોંધનીય છે કે, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઇઓ અદાર પૂનાવાલા પહેલા જ કોવિશીલ્ડ વેક્સીનને લઈ મોટો દાવો કરી ચૂક્યા છે.

પૂનાવાલાએ કહ્યું છે કે કોરોના વેક્સીન કોવિશીલ્ડ પરીક્ષણમાં ૯૦ ટકા સુધી અસરદાર સાબિત થઈ છે. વેક્સીનને લઈ જે પ્રકારની જાણકારી સામે આવવા લાગી છે તેને જાેયા બાદ અમે કહી શકીએ છીએ કે વેક્સીન જલ્દીથી લોકો સુધી ઉપલબ્ધ થઈ જશે. તેઓએ એવો પણ દાવો કર્યો હતો કે એસ્ટ્રાજેનેકાથી ૧૦ કરોડ ડોઝની સમજૂતી કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.