Western Times News

Gujarati News

ફાઇટર જેટ બનાવનારી કંપનીના માલિકનું નિધન

પેરિસ: ફ્રાન્સના અબજપતિઓ પૈકીના એક ઓલિવિયર ડસૉનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું છે. ડસૉ ફ્રાન્સની સંસદના સભ્ય હતા. ડસૉના મોત પર ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમૈનુઅલ મેક્રોએ શોક વ્યક્ત કર્યો છે. ઓલિવિયર ડસૉ (૬૯) ફ્રાન્સના ઉદ્યોગપતિ અને અબજાેની મિલ્કતના માલિક સર્જ ડસૉના મોટા દીકરા હતા. ડસૉની કંપનીમાં રાફેલ ફાઇટર પ્લેન પણ તૈયાર કરવામાં આવે છે. ફ્રાન્સની સંસદના સભ્ય બન્યા બાદ તેઓએ રાજકીય રીતે હિતોના કોઈ પણ ટકરાવથી બચવા માટે કંપનીના બોર્ડથી પોતાનું નામ પરત લઈ લીધું હતું. ૨૦૨૦ ફોર્બ્સના સૌથી અમીર લોકોની યાદીમાં ડસૉને પોતાના બે ભાઈ-બહેનોની સાથે ૩૬૧મું સ્થાન મળ્યું હતું.

નોંધનીય છે કે, ઓલિવિયર ડસૉ હાલના દિવસોમાં રજાઓ માણવા માટે ગયા હતા. આ દરમિયાન તેમનું પ્રાઇવેટ હેલિકોપ્ટર નોર્મંડી દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું અને તેમનું નિધન થયું. ઓલિવિયર ડસૉના નિધનના સમાચાર સાંભળી ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમૈનુઅલ મેક્રોએ ટ્‌વીટર પર લખ્યું, ઓલિવિયર ડસૉ ફ્રાન્સને પ્રેમ કરતા હતા. તેઓએ ઉદ્યોગ, નેતા, વાયુ સેનાના કમાન્ડર તરીકે દેશની સેવા કરી.

તેમનું આકસ્મિક નિધન એક ઘણી મોટી ક્ષતિ છે. તેમનો પરિવાર અને પ્રિયજનો પ્રત્યે ઊંડી સંવેદના. ઓલિવિયર ડસૉ ૨૦૦૨થી રિપબ્લિકન પાર્ટીના વિધાયક હતા. તેમના દાદા એક એરોનોટિકલ એન્જિનિયર અને પ્રતિષ્ઠિત ઇન્વેન્ટર હતા. તેઓએ પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ફ્રાન્સના પ્લેનોમાં ઉપયોગમાં લેવાતા પ્રોપેલર વિકસિત કર્યા હતા જે આજે પણ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.