ફાઇનાન્સરે ટ્રક સિઝ કરી તો વાહન માલિકે જીવન ટૂંકાવ્યું
ચતરા: ઝારખંડના ચતરા જિલ્લાના ટંડવા આમ્રપાલી વિંગલાથ ગામ નિવાસી ટ્રક માલિક જુગેશ્વર કુમારે ઝેર ખાઈને આત્યહત્યા કરી દીધી. ૨૫ વર્ષીય જુગેશ્વર કુમર જીવન નિર્વાહ માટે એક ટ્રક ખરીદીને આમ્રપાલી કોલ પરિયોજનામાં ચલાવતો હતો. પરંતુ અનેક ટ્રાન્સપોર્ટ કંપનીઓએ તેને ટ્રકનું ભાડું યોગ્ય સમયે ન આપ્યું. નાણા ભીડના કારણે જુગેશ્વરને ટ્રકના હપ્તા ચૂકવવવામાં મુશ્કેલી પડી રહી હતી. જુગેશ્વરે ટ્રક ફાઇનાન્સ કરાવી હતી. લગભગ ત્રણ દિવસ પહેલા હપ્તા ન ભરવાના કારણે ફાઇનાન્સરે ટ્રક સીઝ કરી દીધી.
ટ્રક જતી રહેતાં જુગેશ્વર માનસિક રીતે આઘાતમાં સરી ગયો. આઘાતમાં જ તેણે ઝેર ખાઈને જીવન ટૂંકાવી દીધું. જુગેશ્વરના અવસાનથી પરિજનો બેવડી મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. ગામ લોકોએ મામલાની જાણકારી પોલીસને કરી છે. બીજી તરફ હાઇવા એસોસિએશને આ મામલામાં ટ્રાન્સપોર્ટરોની વિરુદ્ધ આંદોલનની ચેતવણી આપી છે.
બીજી તરફ, જિલ્લામથકથી લગભગ ૪૫ કિલોમીટર દૂર રાયડીહ પ્રદેશમાં શંખ નદીના હીરાદહ કુંડમાં રવિવારે પિકનિકની મજા માણવા ગયેલા અડધો ડઝન યુવકોમાંથી ૩ યુવક પાણીમાં ડૂબી ગયા. પોલીસ અધીક્ષક હદીપ પી. જનાર્દનને ઘટનાની જાણકારી આપતા જણાવ્યું કે જ્યારે પિકનિક પર ગયેલા યુવક નદીના કુંડની નજીક સેલ્ફી લઈ રહ્યા હતા ત્યારે તેમનો એક સાથી કુંડમાં પડી ગયો, જેને બચાવવાના પ્રયાસમાં અન્ય બે સાથી પણ કુંડમાં ડૂબી ગયા જેમની હજુ સુધી ભાળ નથી મળી.