ફાઈઝરના ૨ ડોઝની ઓમિક્રોન પર આંશિક અસર હોવાનો દાવો
ડરબન, કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટ પર હજુ પણ મંથન ચાલી રહ્યું છે કે, તે પૂર્વવર્તી ડેલ્ટા વેરિએન્ટ કરતાં કેટલો ખતરનાક છે. આ બધા વચ્ચે ઓમિક્રોન પર વેક્સિન અંગે એક અભ્યાસ થયો છે. દક્ષિણ આફ્રિકામાં આવેલા આફ્રિકા હેલ્થ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ દ્વારા ફાઈઝર વેક્સિન પર આ અભ્યાસ કરવામાં આવ્યો છે. આ અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ફાઈઝર વેક્સિનના ૨ ડોઝની ઓમિક્રોન પર આંશિક અસર જ છે.
આ અભ્યાસમાં વધુ એક વાત પણ સામે આવી છે કે, જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા હતા અને પહેલેથી ઈન્ફેક્શન હતું તેવા મોટા ભાગના કેસમાં વેરિએન્ટને અસરહીન કરી દેવાયો.
સ્ટડીમાં એવું સૂચન પણ કરવામાં આવ્યું છે કે, વેક્સિનનો બુસ્ટર ડોઝ વેરિએન્ટ સામે બચાવી શકે છે. આફ્રિકા હેલ્થ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના પ્રોફેસર એલેક્સ સિગલે જણાવ્યું કે, ઓમિક્રોન વેરિએન્ટને અસરહીન કરવા મામલે એક મોટો ઘટાડો જાેવા મળ્યો છે જે પહેલાના કોવિડ સ્ટ્રેનની સરખામણીએ વધારે છે.
તેમણે જણાવ્યું કે, લેબમાં ૧૨ એવા લોકોના લોહીની તપાસ થઈ જેમણે ફાઈઝર બાયોએનટેકની વેક્સિન લીધી હતી. તેમાં ૬માંથી ૫ લોકો જેમણે વેક્સિનનો ડોઝ લીધો હતો અને કોરોનાના પહેલાના વેરિએન્ટનો ભોગ બની ચુક્યા હતા તેમણે ઓમિક્રોન વેરિએન્ટને અસરહીન કરી દીધો.
સિગલે જણાવ્યું કે, જે પરિણામો આવ્યા છે તે, હું જેવું વિચારી રહ્યો હતો તેના કરતાં સકારાત્મક છે. તમને જેટલા એન્ટીબોડી મળશે, ઓમિક્રોનનો સામનો કરવા માટેની તક એટલી જ વધી જશે.
વધુમાં જણાવ્યું કે, લેબમાં એવા લોકોની તપાસ નથી કરવામાં આવી જેમણે વેક્સિનનો બુસ્ટર શોટ લીધો છે.આવા લોકો હાલ દક્ષિણ આફ્રિકામાં ઉપસ્થિત નથી.SSS