ફાઈઝર વેક્સિન લગાવ્યાના 16 દિવસ પછી અમેરિકન ડોક્ટરનું મૃત્યુ
હાલ સમગ્ર દુનિયામાં વેક્સિન આવવાથી કોરોના સામે થોડીક રાહત જણાઈ છે. એવામાં ફાઈઝર નામની વેક્સિનના એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યાં છે.અમેરિકાના મિયામી શહેરમાં ડોક્ટર ગ્રેગરી માઈકલ(56 વર્ષીય)નું કોરોના વાઈરસની વેક્સિન લગાવ્યાના 16 દિવસ પછી મોત થયું છે.ડોક્ટરના પત્નીના જણાવ્યા પ્રમાણે વેક્સિન લગાવ્યા પહેલા તે એકદમ સ્વસ્થ હતા. તેમના શરીરમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન હતી. તો આ તરફ કંપનીએ કહ્યું કે ગ્રેગરીનું મૃત્યુ સામાન્ય સ્થિતિમાં થયું છે અને કંપની આ અંગે વધુ તપાસ કરી રહી છે.
ડોક્ટર ગ્રેગરીનું રવિવારે સવારે અચાનક રોગ પ્રતિકારક ક્ષમતા સાથે સંકળાયેલી બિમારી થયા પછી હાર્ટ અટેકથી મોત થઈ ગયું. ડોક્ટર ગ્રેગરીની પત્નીનું કહેવું છે કે, ફાઈઝરની કોરોના વેક્સિને જ ક્યાંક ને ક્યાંક આ બિમારીને પેદા કરી છે. તેમણે વધુમાં કહ્યું કે, મારું માનવું છે કે ગ્રેગરીની મોતનો સીધો સંબંધ વેક્સિન સાથે છે.
ડોક્ટરના પત્નીએ જણાવ્યું કે, ડોક્ટર ગ્રેગરી પુરી રીતે સ્વસ્થ હતા. તે સિગરેટ પણ નહોતા પીતા. ક્યારેક ક્યારેક દારૂ પીતા હતા. તે વ્યાયામ કરતા હતા. તેમણે મારા પતિને બધી તપાસ કરી. કેન્સરની પણ તપાસ કરી હતી તેમના શરીરમાં કોઈ તકલીફ નહોતી. તેમના મોત અંગે ફાઈઝર કંપનીએ કહ્યું કે, ડોક્ટર ગ્રેગરીનું સામાન્ય સ્થિતિમાં મોત થયાની માહિતી છે તેમ છતા તેની વધુ તપાસ કરવામાં આવી રહી છે.
કંપનીના પ્રવક્તાએ કહ્યું કે, અમે હાલ એવું નથી માની રહ્યાં કે ડોક્ટરના મોતનો સીધો સંબંધ વેક્સિન સાથે છે. મળતી માહિતી પ્રમાણે, વેક્સિન લગાવ્યા પછી ડોક્ટર ગ્રેગરીના શરીરમાં કોઈ આડ અસર જોવા મળી ન હતી. જો કે, ત્રણ દિવસ પછી જ્યારે ડોક્ટર નહાઈ રહ્યાં હતા, એ વખતે હાથ અને પગમાં લોહીના લાલ ફોડકીઓ જોવા મળી હતી. જ્યારે તેમણે પોતે જ પોતાના માઉન્ટ સિનાઈ મેડિકલ સેન્ટરમાં પોતાની તપાસ કરી તો અન્ય ડોક્ટર્સને ખબર પડી કે તે પ્લેટલેટની ભારે અછતથી ઝઝૂમી રહ્યાં છે. આ હોસ્પિટલમાં ડોક્ટર ગ્રેગરીને વેક્સિન આપવામાં આવી હતી.