ફાયરફાઇટર સ્પાઈડર-મેનની ગતિએ બિલ્ડિંગ પર ચઢ્યો

નવી દિલ્હી, કટોકટીની કોઈ પણ સ્થિતિમાં, અગ્નિશામકો સ્થળ પર પહોંચતાની સાથે જ તેને કાબૂમાં કરવા માટે કટિબદ્ધ હોય છે. જાે તેઓ કટોકટીમાં આટલી ઝડપથી કામ કરવાના સંચાલનને જાણતા હોય, તો તે તેમની આકરી તાલીમનું પરિણામ છે.
હાલ આવા જ એક ફાયરફાઈટરનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જે સ્પાઈડર મેનની સ્પીડે બિલ્ડિંગ પર ચઢી રહ્યો છે. ટિકટોક વીડિયોમાં ફાયર ફાઈટરની સ્પીડ અને તેના ચડવાની સ્પીડ જાેઈને આંખો ફાટી જશે અને મોઢું ખુલ્લુંનું ખુલ્લુ રહી જશે. માત્ર ૧૭ સેકન્ડની ક્લિપમાં આ વ્યક્તિની કુશળતા જાેઈને કોઈ પણ સ્તબ્ધ થઈ જશે.
ઈન્ટરનેટ પર લોકો આ માણસની સરખામણી માર્વેલ્સ વર્લ્ડના સ્પાઈડમેન સાથે કરતા પણ થાકતા નથી. વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક શખ્સને જાેઇ શકાય છે, જેનું નામ જ્યોર્જ છે. અહેવાલો અનુસાર, તે બલ્ગેરિયાનો રહેવાસી છે અને વ્યવસાયે અગ્નિશામક છે.
૧૭ સેકન્ડના વીડિયોમાં આ વ્યક્તિની સ્પીડ જાેઈને તમે તેના ફેન થઈ જશો. હાથમાં એક સીડી લઈને આ વ્યક્તિ ત્રણ માળની બિલ્ડિંગ તરફ દોડે છે અને આંખના પલકારામાં બિલ્ડિંગના ત્રીજા માળે પહોંચી જાય છે. કહેવામાં આવી રહ્યું છે કે તે નેશનલ રેકોર્ડ હોલ્ડર પણ છે.
ઇન્ટરનેટ પર લોકોએ આ વ્યક્તિને સ્પાઇડર મેનનો ખિતાબ આપ્યો છે. વાયરલ થઇ રહેલી આ ટિકટોક ક્લિપને અત્યાર સુધી ૫૦ મિલિયનથી વધુ લોકો જાેઇ ચૂક્યા છે. તેમણે જ્યોર્જની ગતિની પ્રશંસા કરી છે અને તેને સ્પાઇડરમેન તરીકે ચપળ ગણાવ્યો છે.
એક યુઝરે લખ્યું – જાે સ્પાઇડર મેન પોતાની ગ્રીપિંગ પાવરને ઓછો કરી દે તો એવેન્જર્સે તેને આગામી ફિલ્મ માટે બોલાવવો જાેઇએ. આ પહેલા ન્યૂયોર્કથી એક ફાયરફાઈટરનો વીડિયો વાઈરલ થઈ ચૂક્યો છે, જેમાં તે કોઈ ફિલ્મના સ્ટંટની જેમ પોતાની ટ્રેનિંગ પૂરી કરી રહ્યો હતો.SSS