ફાયર વિભાગ દ્વારા નદીમાંથી શિક્ષિકાનો મૃતદેહ બહાર કઢાયો
શિક્ષિકાની બેગમાંથી તેનું ડ્રાઇવિંગ લાયસન્સ મળી આવ્યું, પોલીસે નામ સરનામાના આધારે તપાસ હાથ ધરી
સુરત, અડાજણ વિસ્તારમાં રહેતી શિક્ષિકાએ ચાર દિવસ અગાઉ તાપી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. મગદલ્લા બ્રિજ નીચે નદીમાંથી ફાયર વિભાગ દ્વારા શિક્ષિકાનો મૃતદેહ બહાર કઢાયો હતો. શિક્ષિકાએ ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું એ રહસ્ય અકબંધ છે. જાે કે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મગદલ્લા બ્રિજ નીચે તાપી નદીમાંથી સોમવારે અડાજણની મહારાષ્ટ્રીયન શિક્ષિકાની લાશ મળી આવી હતી. સુરતમાં વષોથી એકલી રહેતી શિક્ષિકાએ નદીમાં ઝંપલાવી આપધાત કરી લીધો હોવાની શક્યતા ઇચ્છાપોર પોલીસે વ્યક્ત કરી છે. સોમવારે મગદલ્લા બિજ નીચૅ તાપી નદીમાં મૃતદેહ દેખાયો હોવાની જાણ ફાયરબિગેડને થઈ હતી.
ત્યારબાદ ફાયરબિગૅડની ટીમે ઘટનાસ્થળે દોડી જઈ અજાણી મહિલાનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢી ઇચ્છાપોર પોલીસને કબજાે સોપ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે અડાજણમાં આવેલ ચોકસીવાડી નજીક ગીતારાજ સોસાયટીમાં રહેતી ૪૩ વર્ષિય વિધ્યાબેન શેષરાવ પાટીલ કામરેજ તાલુકના વાવ વિસ્તારમાં આવેલી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા હતા.
પોલીસના જણાવ્યા મુજબ શિક્ષિકા વિધ્યાબેને ચાર દિવસ અગાઉ બ્રિજ ઉપરથી નદીમાં છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. છેલ્લા ચાર દિવસથી વિધ્યાબેનના મૃતદેહની કોઈ ભાળ મળી ન હતી. સોમવારે બપોરના સમયે ફાયર વિભાગ દ્વારા મગદલ્લા બ્રિજના પશ્ચિમ દિશાની નદીમાં ૭૦૦- ૮૦૦ મીટરના અંતરે વિધ્યાબેનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.
શિક્ષિકા વિધ્યાબેનનો મૃતદેહ ફૂલી ગયેલ હાલતમાં , શરીરની ચામડી કાળી પડી ગયેલ તથા અમુક ભાગે ચામડી નીકળી ગયેલ હાલતમાં મળી આવ્યો હતો. જાે કે પ્રાથમિક તપાસ દરમિયાન તેણીએ આપઘાત કર્યો હોવાની શક્યતા સેવાઈ રહી છે. પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદન લીધા હતા. આ અંગે ઇચ્છાપોર પોલીસે તપાસ રારૂ કરી છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં આ અગાઉ પણ કોરોનાનો સર્વે કરવા ગયેલી શિક્ષિકાએ આપઘાત કરી લીધો હતો.