Western Times News

Gujarati News

ફાયર સેફ્ટીની સુવિધા ઉભી ન કરનાર સુરતની 10 સ્કુલોને સીલ કરાઈ

અગાઉ નોટિશ આપી હોવા છંતાયે ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરી ન હતી.

સુરત,  સુરત મહાનગરપાલિકાના ફાયર અને સર્વિસ વિભાગ દ્વારા ફરી ઍકવાર ફાયર સેફ્ટી મુદ્દે કડક કાર્યવાહી શરુ કરી છે. થોડા દિવસ અગાઉ નોટિશ આપવા છંતાયે ફાયર સેફ્ટીની સુવિધા ઉભી નહી કરી નોટિશને ધોળે પી ગયેલા વેપારીઅોની શાન થેકાણે પાડવા માટે માર્કેટની દુકાનો, કોમર્શીયલ કોમ્પ્લેક્ષની દુકાનો, અોફિસ અને હોલને સીલ માર્યા ગઈકાલે મોડી રાત્રે શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલી સાત સ્કુલને ફાયર સેફ્ટી મુદ્દે સીલ મારવામાં આવી હતી.

પાલિકાના ફાયર અને સર્વિસ વિભાગ દ્વારા તક્ષશિલા અગિન્કાંડ બાદ શહેરમાં આવેલ માર્કેટ, શોપીંગ કોમ્પ્લેક્ષ, હોસ્પિટલ, ટ્યુશન કલાસીસો, સ્કુલ, કોલેજ સહિત કોમર્શીયલ કોમ્પ્લેક્ષમાં ફાયર સેફ્ટીના મુદ્દે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને ફાયર સેફ્ટીની સુવિધા નહી ધરાવતા નોટીશ આપવાની સાથે સિલિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.

જાકે જેસે સમયે કેટલાક લોકોઍ ફાયર સેફ્ટીની સુવિધા ઉપલધ્ધ કરવા બાંહેધરી આપી હતી. પરંતુ મોટાભાગના લોકોઍ ફાયર સેફ્ટીની સુવિધા ઉભી ન કરી હોવાની તંત્રના ધ્યાને આવ્યું હતું.

જેમાં કેટલીક સ્કુલના સંચાલકો દ્વારા હજુ પણ ફાયર સેફ્ટી ઉભી  કરવામાં ન આવતા આખરે ફાયર વિભાગે લાલ આંખ કરી હતી. ફાયર અને ઇમર્જન્સી સર્વિસ વિભાગ દ્વારા અગાઉ નોટિસ આપવા છતાં ફાયર સેફટી સુવિધા ઉપલબ્ધ ન કરાવવા બદલ રાત્રિથી શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલ સાત સ્કુલને સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે  ફાયર વિભાગ દ્વારા ગત તા ૨૯મી ડિસેમ્બરના રોજ પણ અગાઉ નોટીશ આપવા છતાંયે ફાયર સેફ્ટીની સુવિધા ઉભી ન કરનાર રિંગરોડની અંબાજી માર્કેટમાં, ન્યુ અંબાજી માર્કેટ, મધુસુદન હાઉસ, શંકર માર્કેટ, પેરીસ પ્લાઝા ભેસ્તાન, વખારિયા ટેક્ષટાઈલ માર્કેઠ, ગૌત્તમ ટેક્ષટાઈલ માર્કેટ, વરાછામાં તીર્થ કોમ્પ્લેક્ષમાં ૬ હોલ, કતારગામમાં અમોરા આર્કેડ, રાધિકા પોઈન્ટની દુકાનો મળી ૧૫૦૦ ઉપરાંત દુકાનોને સીલ કરવામાં આવી હતી.

કઈ કઈ સ્કુલોને સીલ કરાઈ

1. સ્વામીનારાયણ પરમસુખ વિદ્યા સ્કુલ સિમાડા ગામ ,વરાછા
2. સાધના નિકેતન સ્કૂલ કારગીલચોક ,વરાછા
3. સ્કોલર ઇંગલિશ સ્કૂલ ,પાંડેસરા
4. અંકુર વિદ્યાલય કતારગામ
5.યોગી વિદ્યાલય કતારગામ
6. ગુરુકૃપા પ્લે ગ્રુપ અને નર્સરી સ્કુલ સગરામપુરા
7. પિંકલ પ્લે ગ્રુપ, સગરામપુરા
8. શ્રી ગોરધનદાસ સોનાવાલા મણિબા વિદ્યાલય ગોપીપુરા
9. શ્રી સુર ચંદ પંચનંદ ઝવેરી ગર્લ્સ હાઈસ્કૂલ ,ગોપીપુરા
10.શ્રી કેશ જોશ ડાયમંડ જયુંબલી પ્રાઇમરિ સ્કૂલ,શાહપોર


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.