ફાયર સેફ્ટી મુદ્દે સુરતમાં હજાર દુકાનો સીલ કરાઈ
સુરત, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગ્રેડ વિભાગે રાત્રે કાર્યવાહી હાથ ધરી સપાટો બોલાવી દીધો છે. ફાયર સેફ્ટી વિનાની કોમર્શિયીલ બિલ્ડીંગ્સ સામે પગલાં ભરતાં એક હજારથી વઘારે દુકાનોને સીલ કરીને દુકાનદારોને નોટીસ પાઠવવામાં આવી છે. ફાયર સેફ્ટીના પુરતા સાધનો અને સર્ટીફિકેટ લીધા બાદ જ દુકાનોના સીલ ખોલવા માટે આદેશ અપાયો છે.
જે દુકાનોને સીલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તેમાં અંબાજી માર્કેટમાં ૬૫૦ દુકાનો, ન્યૂ અંબાજી માર્કેટમાં ૮૦ દુકાનો, મધુસુદન હાઉસમાં ૧૦૦ દુકાનો, શંકર માર્કટમમાં ૧૧૦ દુકાનો, મનીષ માર્કેટમાં ૨૦૦ દુકાનો, ભેસ્તાનમાં આવેલા પેરિસ પ્લાઝા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ૫૪ દુકાનો અને ડ્રીમ હોન્ડાના શો રુમનો સમાવેશ થાય છે.
સુરતમાં તક્ષશિલા, રઘુવીર માર્કેટ ઉપરાંત અમદાવાદ, વડોદરા, રાજકોટમાં આગની ઘટના સામે આવતાં ફાયર વિભાગ હરકતમાં આવ્યું હતું. ફાયર વિભાગે ફાયર સેફ્ટી સંદર્ભે મોટી સંખ્યામાં નોટિસો પાઠવી હતી. ત્યાર બાદ નોટિસો સામે ફાયર સેફ્ટી ઊભી કરવા માટે એફિડેવિટ પણ રજૂ કરવામાં આવી હતી.. તેમ છતાં હજી સુધી ફાયર સેફ્ટી ઊભી કરવામાં ના આવતાં ફાયર વિભાગે કાર્યવહી હાથ ધરી હતી.SSS