Western Times News

Gujarati News

ફાયર સ્ટેશન વગર ભગવાન ભરોસે જીવતા બોપલ-ઘુમાના નાગરિકો

સુરત જેવી કરૂણ ઘટના બને, આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે ત્યારે પ્રહ્લાદનગર, બોડકદેવ કે થલતેજથી ફાયર ફાઈટરો જતાં હોય છે જેને પહોંચતા જ રપ-૩૦ મીનિટનો સમય થાય ત્યાં સુધીમાં તો…

(એજન્સી) અમદાવાદ 04062019:સુરતની કરૂણ ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા ફાયર બ્રિગેડના નઘરોળ ખાતાઓ બોધપાઠ લેવાને બદલે ફાયરબ્રિગેડના સાધનો ન હોય કે ચાલુ હાલતમાં ન હોય, ગેરકાયદેસર બાંધકામમાં ચલાવતા ટ્યુશન ક્લાસીસની તપાસમાં તથા તપાસ લીધા બાદ પણ હોતી હૈ ચલતી હૈ ની નીતિ અપનાવી રહ્યા હોવાની ચર્ચાએ જાર પકડ્યુ છે. શહેરમાં આજે ર૦૦૦થી વધુ કોચિંગ ક્લાસો આવેલા છે. પરંતુ અત્યાર સુધીમાં માંડ દસ ટકા જ ચેકીંગ થયુ હોવાનું જાણવા મળે છે.

ટ્યુશન વર્ગો, શાળાઓ તથા હાઈરાઈઝ બિલ્ડીંગોમાં ફાયરના સાધનો ન હોવા માટે ચેકીંગ કરતા મ્યુનિસિપલ સત્તાવાળાઓને હાઈટેન્શનના વાયરો લોખંડના થાંભલા ઉપર લટકતા જાવા નહીં મળતા હોય?? આ વાયરો એટલી હદ સુધી જાખમી હોય છે કે ભૂલથી પણ કોઈ વ્યક્તિ તેનો સ્પર્શ કરે તો એ વ્યક્તિ સામે મોત ઉભુ જ હોય છે.

ચોમાસાની ઋતુ શરૂ થવાન ાજ્યારે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આવા ખુલ્લા લટકતા વાયરો પર પાણી ટપકશે તો કેવી પરિસ્થિતિ સર્જાશે તેની ગંભીરતાનો વિચાર કરી જેમ બને એમ જલ્દીથી યુધ્ધના ધોરણે જે જે ઈમારતો કે મોલ પાસે આવા લટકતા વાયરો જાવા મળે છે કે કે તુરત જ તપાસ કરી, જે જે ઈમારતો કે મોલ્સ તથા રેસ્ટોરન્ટ પાસે જાવા મળતા લટકતા વાયરો માટે જે તે જવાબદાર વ્યક્તિ સામે તથા મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવા જરૂરી છે.

જા મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ હજુ પણ કુંભકર્ણની નિંંંદ્રામાંથી બહાર નહીં આવે તો સુરત કરતાં પણ ગંભીર કરૂણ હોનારત સર્જાઈ શકે તેમ છે. ખુલ્લા વાયરો મોતનું કારણ બને છે ત્યારે શહેરના નવા વિકાસ પામેલા નવા પશ્ચિમ ઝોનમાં એક પણ ફાયર સ્ટેશન નથી. અને જા મોટી આગ લાગે તો ફાયરબ્રિગેડને શહેરમાંથી ફાયર ફાઈટરોને શહેરમાંથી ફાયર ફાઈટરોને દોડાવવા પડે.

જેને પહોંચતા જ ગીચ ટ્રાફિકને કારણે રપ થી ૩૦ મીનિટ થાય અને ત્યાં સુધીમાં જ ગંભીર પ્રકારની હોનારત સર્જાય તો એ માટે જવાબદાર કોણ?? નવા પશ્ચિમ ઝોનમાં આવેલી બોપલ તથા ઘુમામાં એક ફાયર સ્ટેશન જ નથી. દિનપ્રતિદિન વિકાસ પામતા બોપલ, ઘુમા તથા આસપાસના વિસ્તારોમાં મોટી આગ લાગે અને ફાયરબ્રિગેડને ઈમરજન્સી કોલ પણ મળે તો પણ આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડને પહોંચતા ૩૦ મીનિટ થાય છે.

ત્યાં સુધીમાં તો આગે વિકરાળ સ્વરૂપ પણ ધારણ કરી દીધું હોય છે.
બોપલ ઘુમાની વસ્તી પ્રમાણે ત્યાં એક ફાયર સ્ટેશન હોવું ખુબ જ જરૂરી છે. ફાયરએડવાઈઝરી કાઉન્સીલની ગાઈડલાઈન અનુસાર એક ફાયરસ્ટેશન ૧૦ કિલોમીટરના અંતરે હોવું જાઈએ. બોપલ-ઘુમા ૧ર કિલોમીટરથી વધુ અંતરે આવેલ છે. ત્થા ત્યાંની અંદાજે વસ્તી ૧,રપ,૦૦૦થી વધુ હોવા છતાં એક પણ ફાયર સ્ટેશન નથી

ઉપરાંત આ વિસ્તારોમાં પ૦ થી વધુ હાઈરાઈઝ તથા રેસીડેન્સીયલ મકાનો બિલ્ડીંગો, ૧૦૦થી ઉપર કોમર્શિયલ સેન્ટરો જ્યાં આવેલા છે.ે ઘણી ઈમારતો ૩ થી ૪ માળની પણ આવેલ છે. ત્યારે આ વિસ્તારના નગરજનો ફાયર સ્ટેશન ન હોવાનો કારણે ભગવાનને આશરે જીવી રહ્યા છે.

તાજેતરમાં આ વિસ્તારમાં આવેલા ન્યુ પુરોહિત ચવાણા તથા સ્વીટમાર્ટમાં આગ લાગી હતી ફાયબ્રિગેડમાં કોલ કરતાં ફાયર ફાઈટરો લગભગ ૪પ મીનિટ બાદ આવ્યા હતા. સદ્દભાગ્યે કોઈને જાનહાનિ થઈ નહોતી.

બોપલ-ઘુમા નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રણવ શાહે જણાવ્યુ હતુ કે રાજ્ય સરકારે ર૦૧૩-૧૪ની સાલમાં બધી જ નગરપાલિકાઓને ફાયર બ્રિગેડના વાહનો આપ્યા હતા. પરંતુ બોપલ-ઘુમાને ર૦૧પની સાલમાં નગરપાલિકા બનતા હજુ ફાયર સ્ટેશન કે વ્હીકલ મળ્યા નથી.

આ માટે ર૦૧૬ તથા ર૦૮માં અવારનવાર પત્રો પણ લખ્યા હતા છતાં પણ હજુ ફાયર સ્ટેશન મળ્યુ નથી.  ઔડાના સીઈઓ જણાવે છે કે આ માટે મેપ તૈયાર થઈ ગયો છે. પરંતુ આગ માટેના પુરતા ફાયર સાધનો, તથા ફાયર સ્ટેશન માટે હજુ બે વર્ષ લાગશે. દક્ષિણ બોપલને એક ફાયર સ્ટેશન જરૂર મળશે.

પ્રશ્ન એ થાય છે કે જે તાત્કાલિક બનવુ જાઈએ તેને માટે હજુ બે વર્ષનો સમય લાગશે. તેમ કહેવું યોગ્ય નથી. શું બે વર્ષ સુધી ત્યાંના રહીશોને ભગવાનના ભરોસે જ જીવવાનું? સુરત જેવી વિકરાળ આગની ઘટના  બને અને જાનહાનિ થશે તો તે માટે કોણ જવાબદાર ?? શું ઔડા જવાબદારી લેશે? ઔડાની જવાબદારી બને છે કે બોપલ-ઘુમા માટે તાત્કાલિક ધોરણે એક ફાયર સ્ટેશન બનાવડાવવું જાઈએ. કારણ કે જે ઝડપથી આ વિસ્તારનો વિકાસ થઈ રહ્યો છે તે જાતા હાલમાં વસ્તી ૧ લાખથી વધુ છે.

પરંતુ જતે દિવસે તે વસ્તી અનેકગણી વધી જશે ત્યારે?? એડીશ્નલ ચીફ ઓફિસર અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ રાજેશ ભટ્ટ જણાવે છે કે જે રીતે આ વિસ્તારનો વિકાસ થઈ રહ્યો છે તે કોમર્શિયલ સેન્ટરો વધી રહ્યા છે. વસ્તી વધી રહી છે. ત્યાં એક ફાયર સ્ટેશન હોવું જરૂરી છે. જેને કારણે તાકીદના ધોરણે મોટી જાનહાનિ થતાં રોકી શકાય. પણ ક્યારે?? તેમ નગરજનો પ્રશ્નો કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.