Western Times News

Gujarati News

ફાયર NOCના હોય તેવી હોસ્પિટલમાં દર્દીને દાખલ જ કેમ કર્યા? : હાઈકોર્ટ

અમદાવાદ: ભરૂચ કોવિડ હોસ્પિટલ તથા ગુજરાતની અનેક હોસ્પિલોમાં લાગેલી આગની ઘટનાઓ મામલે ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનાવણી શરૂ થઈ છે. સાથે જ અમદાવાદમાં ફાયર એનઓસી મામલે હોસ્પિટલ સીલનો મામલો પણ હાઈકોર્ટમાં પહોંચ્યો છે. ત્યારે હાઈકોર્ટ દ્વારા આ સુનાવણીમાં કોર્પોરેશનની ઝાટકણી કાઢવામાં આવી હતી. હાઈકોર્ટ દ્વારા ફાયર એનઓસી મામલે આકરા તેવર બતાવ્યા. સાથે જ હાઈકોર્ટે કોર્પોરેશનને સવાલ કર્યા કે, ફાયર ર્દ્ગંઝ્ર ના હોય તેવી હોસ્પિટલમાં દર્દીને દાખલ જ કેમ કર્યા?

ભરૂચની વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં ૧ મેના રોજ આગ લાગવાની ઘટના બની હતી. જેમાં ૧૮ લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. ભરૂચ પોલીસે હોસ્પિટલના ૯ ટ્રસ્ટીઓની ધરપકડ કરીને આ મામલે બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આઇપીસી ૩૦૪, ૩૩૭, ૩૩૮ હેઠળ ગુનો નોંધ્યો હતો. પટેલ વેલ્ફેર હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટી પ્રમાણપત્ર ન હોવાનું ખૂલ્યું હતું.

ચીફ ફાયર ઓફિસરે કોર્ટમાં હોસ્પિટલમાં ફાયર એનઓસી સોગંધનામુ કર્યું હતું. ત્યારે હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે, જે હોસ્પિટલ પાસે ફાયર એનઓસી નથી તેમણે દર્દીને દાખલ કેમ કર્યા ત્યારે હાઈકોર્ટમાં કોર્પોરેશનના એડવોકેટ મિહિર જાેશીએ જવાબમાં કહ્યું હતું કે, એએમસીએ હોસ્પિટલ સામે પગલા લીધા છે. ફાયર એનઓસી વાળી હોસ્પિટલ પાસે બીયુ પરમિશન ન હતી. તેમજ રહેણાંક મકાનમાં હોસ્પિટલ ઉભી કરાતા તેને સીલ કરાઈ હતી. વેલિડ બીયુ પરમિશન ન હતી તેથી સીલ કરાઈ છે.

તો બીજી તરફ, હોસ્પિટલો દ્વારા રજૂઆત કરાઈ કે, મેટરનીટી હોસ્પિટલ પણ કરાઈ છે સીલ ફાયર એનઓસી હોવા છતાં કરાઈ સીલ કરાઈ છે. તો હાઈકોર્ટના એડવોકેટે કોર્ટમાં રજૂઆત કરી કે, ૪૦૦ હોસ્પિટલ અમદાવાદમાં ફાયર અને બીયુ પરમિશનના વાંકે સીલ કરાઈ છે. કોરોનાકાળમાં હોસ્પિટલ સીલ ન રાખી શકાય. તેથી કોર્ટ આ મુદ્દે રાહત આપે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.