Western Times News

Gujarati News

ફાયર NOC વગરના બિલ્ડીંગ સીલ કરવાનું શરૂ થતાં ફાયર સિસ્ટમ લગાવવા દોડધામ

ફાયર સિસ્ટમને ઇન્સ્ટોલ કરતી એજન્સીઓને કામનું ભારણ વધ્યુઃ આડેધડ સિસ્ટમ ઈન્સ્ટોલ કરાતા ગુણવત્તા જળવાતી નથી

અમદાવાદ, અમદાવાદ શહેરમાં બીયુ પરમિશન તથા ફાયર અનઓસી વગરના બિલ્ડીંગ તથા ઓફિસ સીલ કરવાની કવાયત મહાનગરપાલિકાએ શરૂ કરી છે. આવા તમામ બિલ્ડીંગના સંચાલકો દ્વારા પોતાના બિલ્ડીંગમાં ફાયર સિસ્ટમ લગાવવા માટેની દોડધામ શરૂ કરી છે.

તેથી ફાયર સિસ્ટમ ઈન્સ્ટોલ કરતી એજન્સીઓ પર ભારણ સતત વધી રહ્યુ છે. કામનું ભારણ વધતા આડેધડ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાનું શરૂ થઈ ગયુ હોવાથી કામની ક્વોલિટી નહીં જળવાતી હોવાની પણ વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે. ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે ગંભીર હોવાથી ફાયર તંત્ર એનઓસી વગરની બિલ્ડીંગોના સંચાલકો અને ફાયર સિસ્ટમ ઈન્સ્ટોલ કરતી કંપનીઓના સંચાલકોની દોડધામ વધી ગઈ છે.

વિકાસના દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી રહેલા અમદાવાદ શહેરમાં આગ લાગવાના બનાવો પણ દેશમાં સૌથી વધુ બની રહ્યા છે. જેને કારણે હવે અમદાવાદ જાણે કે ફાયર સિટી બની ગયુ હોય એવો ઘાટ સર્જાયો છે. આ પરિસ્થિતિમાં નજીકના ભૂતકાળમાં અમદાવાદમાં કેટલીક ભયાનક આગ લાગી હતી. અને એમાં પણ લોકોના જીવ ગયા હતા. આ બેદરકારી સંદર્ભે હાઈકોર્ટમાં થયેલી પીટીશન અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે વિગતો રજુ કરવામાં આવી છે તે ખરેખર ચિંતાજનક છે.

અમદાવાદની હોસ્પીટલ, હાઈરાઈઝ બિલ્ડીંગ તથા ઈન્ડસ્ટ્રીયલ એકમોમાં પ૦ ટકાથી વધુ બિલ્ડીંગ પાસે ફાયર એનઓસી નહીં હોવાનું તંત્ર સ્વીકાર કરે છે. બીયુ પરમિશન તથા ફાયર એનઓસી વગરના બિલ્ડીંગ મામલેે કડક પગલાૃ લેવાનું અભિયાન શરૂ કરી, મહાનગરપાલિકા દ્વારા સીલ મારવાની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે.

આ ઝૂૃબેશ શરૂ થતાં જ અમદાવાદના હાઈરાઈઝ બિલ્ડીંંગ હોસ્પીટલો તથા ઔદ્યોગીક એકમોના સંચાલકો વહેલામાં વહેલી તકે ફાયર સિસ્ટમ ઈન્સ્ટોલ કરવા માટે દોડધામ કરેી રહ્યા છે. અમદાવાદમાં ફાયર સિસ્ટમ ઈન્સ્ટોલ કરતી એજન્સી મર્યાદિત હોવાથી તમામ એજન્સીઓ પાસે કામગીરીનું ભારણ તેમની કેપેસીટી કરતા પણ વધી ગયુ છે. જેને પગલે સિસ્ટમ ઈન્સ્ટોલ કરવાની કામગીરીમાં ગુણવતા નહીં જળવાતી હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.