ફાયર NOC વિનાનું વડોદરાનું સુરજ પ્લાઝા કોમ્પ્લેક્ષ સીલ કરાયું
વડોદરા, વડોદરામાં ફાયર વિભાગ એક્શનમાં આવ્યું છે. અને ફાયર એનઓસી રિન્યુ કરાવવામાં ઉદાસીનતા દાખવતા સયાજીગંજ વિસ્તારમાં આવેલા સુરજ પ્લાઝા કોમ્પ્લેક્ષને સીલ મારી દેવામાં આવ્યું છે. ફાયર વિભાગની કાર્યવાહીને પગલે લોકોમાં ફફડાટની લાગણી જાેવા મળી રહી છે.
વડોદરા ફાયર વિભાગ દ્વારા ફાયરનું એનઓસી મામલે ઉદાસીનતા દાખવતા પરિસરને સીલ મારવાની કામગીરી પુનઃ હાથ ધરવામાં આવી છે. ફાયર વિભાગ દ્વારા સયાજીગંજ વિસ્તારમાં આવેલા સુરજ પ્લાઝા કોમ્પ્લેક્ષને સીલ મારી દેવામાં આવ્યું છે. અને ત્યાં નોટીસો મારી દેવામાં આવી છે.
સુરજ પ્લાઝા કોમ્પ્લેક્ષના વહીવટકર્તાઓ દ્વારા ફાયર એન.ઓ.સી.રિન્યુ નહિ કરાવાતા વિભાગ દ્વારા સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને ઈલેક્ટ્રોસીટી બંધ કરી દેવામાં આવી છે. અહિં મોટાભાગે કોમર્શિયલ દુકાનો આવેલી હોવાથી તેઓને મુશ્કેલી પડી શકે છે.
રાજ્યમાં કોરોના કાળમાં અનેક આગ અકસ્માતની ઘટનાઓ સામે આવી હતી. જેને લઈને ગુજરાત હાઈકોર્ટે પણ સખતાઈભર્યું વલણ દાખવ્યું હતું. ત્યાર બાદ તંત્ર એક્શનમાં આવ્યું હતું. અને ઠેર ઠેર ફાયર સેફ્ટી દુરસ્ત કરવા તથા જે લોકો ફાયર સેફ્ટીને લઈને ઉદાસીનતા દાખવતા હોય તેવા સામે કડક કાર્યવાહી કરવાનું શરૂ કર્યું હતું.
આજદિન સુધી અનેક કોમ્પ્લેક્ષો દ્વારા ફાયર સેફ્ટીની યોગ્ય જાેગવાઈ નહિં કરવાને કારણે સીલ મારાવની કામગીરી ચાલુ છે.