ફારૂક અબ્દુલ્લાને પાકિસ્તાન સારુ લાગતુ હોય તો ત્યાં રહેવા જતા રહે: કેન્દ્રીય મંત્રી

નવીદિલ્હી, જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ તેમજ નેશનલ કોન્ફરન્સ પાર્ટીના નેતા ફારુખ અબ્દુલ્લા દ્વારા વારંવાર પાકિસ્તાન સાથે મંત્રણા કરવા માટે ભારત સરકારને કરાયેલી અપીલને પગલે મોદી સરકારના મંત્રી પ્રહલાદ જાેષી છંછેડાયા છે.
સંસદીય બાબતોના મંત્રી પ્રહ્લાદ જાેષીએ કહ્યુ છે કે, ફારુખ અબ્દુલ્લા ઘણી વખત કહી ચુકયા છે કે, ભારતે પાકિસ્તાન સાથે વાત કરવી જાેઈએ પણ જાે તેમને પાકિસ્તાન આટલુ સારુ લાગતુ હોય તો તેમણે ત્યાં જતા રહેવુ જાેઈએ.
એક તરફ કાશ્મીરમાં પાકિસ્તાન આતંકવાદ ફેલાવીને લોકોની હત્યા કરી રહ્યુ છે ત્યારે ફારુખે કહ્યુ હતુ કે, આપણી પાસે પાકિસ્તાન સાથે વાતચીત કરવા સિવાય બીજાે કોઈ રસ્તો નથી.
કાશ્મીરમાં જ્યારે પોલીસ કર્મીઓ સેફ નથી તો સામાન્ય માણસ તો કેવી રીતે સુરક્ષિત રહી શકે?જેના પર પ્રહ્લાદ જાેષીએ કહ્યુ હતુ કે, ૩૫ વર્ષ પછી દેશને બહુ મજબૂત વડાપ્રધાન મળ્યા છે .આમ છતા ક્યારેક કેટલાક લોકો સમજયા વગર બોલતા હોય છે..જાે તેમને પાકિસ્તાન સારુ લાગતુ હોય તો ત્યાં જઈને કેમ રહેતા નથી.HS