Western Times News

Gujarati News

ફારૂક અબ્દુલ્લા નજરબંધ, હયાત અહમદ ભટની પણ ધરપકડ થઇ

પ્રદર્શન કરી રહેલ મહિલાઓના હાથ અને ખભા પર કાળી પટ્ટી બાધેલી હતી અને પ્લેકોર્ડ ઉઠાવી રાખ્યા હતાં

શ્રીનગર, જમ્મુ કાશ્મીર પોલીસે આજે નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ડો ફારૂક અબ્દુલ્લાને નજરબંધ કરી દીધા છે.જયારે તેમની પુત્રી સાફિયાને ન્યાયિક હિરાસતમાં મોકલી આપ્યા છે જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાના વિરોધમાં ફારૂક અબ્દુલ્લાની બેન અને તેમની પુત્રી સહિત એક ડઝનથી વધુ મહિલાઓએ પોલીસે સાવધાની માટે હિરાસતમાં લીધા હતાં જયારે બીજી તરફ પોલીસે આજે શ્રીનગર શહેરના ટાઉનટાઉનમાં કાનુન અને વ્યવસ્થામાં ગડબડી કરનારા મુખ્ય આરોપી હયાત અહમદ ભટની ધરપકડ કરી છે.

રાજયમાં પ્રતિબંધ લગાવ્યા બાદ લાલચોકમાં લગભગ ૭૨ દિવસ બાદ આ પહેલું પ્રદર્શન હું પ્રદર્શનકારી મહિલાઓમાં ફારૂક અબ્દુલ્લાની બેન સુરૈયા અબદુલ્લા ડો ફારૂક અબ્દુલ્લાની પુત્રી સાફિયા અબ્દુલ્લા અને જમ્મુ કાશ્મીર હાઇકોર્ટના પૂર્વ વડા જસ્ટિસ બશીર અહમદ ખાનની પત્ની હૂવ્વા બશીર સામેલ હતી તમામ જમ્મુ કાશ્મીર પુર્નરચના અધિનિયમને રદ કરવા રાજયમાં કલમ ૩૭૦ બહાલ કરવા અને જેલોમાં બંધ રાજકીય હસ્તીઓને તાકિદે મુકત કરવાની માંગ કરી રહ્યાં હતાં.

પ્રદર્શન કરી રહેલ મહિલાઓના હાથ અને ખભા પર કાળી પટ્ટી બાધેલી હતી અને પ્લેકોર્ડ ઉઠાવી રાખ્યા હતાં પ્રેસ એન્કલેવથી આ મહિલાઓ સુત્રોચ્ચાર કરતી કરતી લાલચોક ખાતે ધંટાકર માટે રવાના થઇ હતી.

ત્યાં પહેલા જ હાજર મહિલા પોલીસ અને સીઆરપીએફ કર્મચારીઓની એક ટુકડીએ તેમને પ્રેસ એન્કલેવની બહાર રોકી દીધા ત્યારબાદ મહિલાઓએ ત્યાં જ ધરણા પર બેસવાનો પ્રયાસ કર્યો જા કે સુરક્ષા કર્મચારીઓએ તેમને આમ કરવાની મંજુરી આપી નહીં અને તેમને ત્યાંથી જવા માટે નિર્દેશ આપ્યા હતાં મહિલાઓ મકકમ રહેતા તેમને હિરાસતમાં લેવામાં આવી હતી.આ પ્રસંગે નાસભાગ મચી ગઇ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.