ફાર્મફ્રેશ કમલમ અને ફળ મહોત્સવનું આયોજન

અમદાવાદ, શહેરના સરખેજ ખાતે સરકાર દ્વારા ફાર્મ ફ્રેશ કમલમ અને ફળ મહોત્સવ-૨૦૨૧નું આયોજન કરાયું છે. તા.૨ સપ્ટે.થી ૬ સપ્ટે.સુધી યોજાનારા આ મહોત્સવમાં કમલમ એટલે કે ડ્રેગનફ્રુટ તથા એક્ઝોટિક શાકભાજી અને વિવિધ ફળો તથા મૂલ્યવર્ધિત ઉત્પાદનોનું ખેડૂતો અને ઉત્પાદકો સીધુ પ્રજાજનોના આંગણે પ્રદર્શન અને વેચાણ કરશે.
સમગ્ર દેશમાં કમલમ ફળના ઉત્પાદનમાં ગુજરાતનો ૩૫ ટકા હિસ્સો છે. કમલમ ફળના વૈવિધ્યસભર ઉત્પાદનોને એક છત્ર નીચે આવરી લઈ પ્રજાજનોને આંગણે રજૂ કરવાનો એક વિશિષ્ટ અને સંનિષ્ઠ પ્રયાસ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે.
કમલમ ફળની લોકપ્રિયતા તેના આકર્ષક દેખાવ તથા તેના પોષકતત્ત્વો ઔષધિક તેમજ એન્ટી ઓક્સિડન્ટ ગુણધર્માેના કારણે છે. કમલમમાં પોષકતત્વો અને ઔષધિય ગુણોને કારણે કોરોના જેવી મહામારીના સમયમાં તેની માંગ સમગ્ર દુનિયામાં વધી છે.