ફાલ્ગુની પાઠક ગરબા નાઇટમાં મોડી આવતા મચ્યો હોબાળો
વલસાડ, શહેરના શ્રીજી પાર્ટી પ્લોટમાં એક ઇવેન્ટ ઓર્ગેનાઈઝર દ્વારા ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્લોબલ ઇવેન્ટ મેનેજમેન્ટ એજન્સી દ્વારા બોડી બિલ્ડિંગ કોમ્પિટીશન અને ફેશન શો સાથે ફાલ્ગુની પાઠકના લાઈવ ગરબા યોજાવાના હતા. જાેકે, કાર્યક્રમ શરૂ થવાના નિર્ધારિત સમય બાદ પણ ફાલ્ગુની પાઠક સ્ટેજ પર નહિ આવતા ઉપસ્થિત લોકો રોષે ભરાયા હતા.
જે બાદ આયોજનના સ્થળ પર ધમાલ મચી હતી. આયોજકો અને પૈસા ખર્ચી પાસ લઈ કાર્યક્રમમાં આવેલા લોકોએ હોબાળો મચાવતા માહોલ ગરમાયો હતો. આયોજકો અને લોકો વચ્ચે ચાલી રહેલી બબાલ વખતે ફાલ્ગુની પાઠક આયોજનના સ્થળ પર પણ પહોંચ્યા હતા.
પરંતુ આયોજકો અને લોકો વચ્ચે ચાલી રહેલી બબાલથી મામલો ગરમાતાં ફાલ્ગુની પાઠક ફરી વખત પોતાની કારમાં બેસી અને નીકળી ગયા હતા.
આથી કાર્યક્રમ રદ થયા માહોલ ગરમાયો હતો. આથી ઘટનાની જાણ થતા જ પોલીસ પણ તાત્કાલિક પાર્ટી પ્લોટ પર પહોંચી હતી.. અને મામલો થાળે પાડવાના પ્રયાસ કર્યો હતો. બનાવની વિગત મુજબ, વલસાડના ગ્લોબલ ઇવેન્ટ મેનેજમેન્ટ નામના ઓર્ગેનાઈઝર દ્વારા ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકના લાઈવ ગરબા યોજાવાના હતા.
શ્રીજી પાર્ટી પ્લોટમાં ૮ વાગ્યાથી ફાલ્ગુની પાઠકના ગરબાનો કાર્યક્રમ શરુ થવાનો હતો. જાેકે, ૯ઃ૦૦ વાગ્યા બાદ પણ કાર્યક્રમ શરૂ નહિ થતા કે ફાલ્ગુની પાઠક કાર્યક્રમમાં નહીં આવતા લોકો રોષે ભરાયા હતા. લોકોના આક્ષેપ મુજબ આયોજકોએ ફાલ્ગુની પાઠકના નામે પૈસા લઈ અને પાસ આપ્યા હતા.
જાેકે કોઈ કારણસર ફાલ્ગુની પાઠક નિર્ધારિત સમય સુધી ગરબામાં નહિ આવતા ઉપસ્થિત લોકોમાં રોષ વ્યાપ્યો હતો. આથી કાર્યક્રમના સ્થળ પર ધમાલ મચી હતી. આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો પણ શ્રીજી પાર્ટી પ્લોટ પર પહોંચ્યો હતો.
મામલો થાળે પાડવાના પ્રયાસ કર્યા હતા. આખરે આયોજકોએ પાસના પૈસા રિફંડ આપવા તૈયાર થતા મામલો થાળે પડ્યો હતો. મળતી માહિતી મુજબ પાર્ટી પ્લોટ સંચાલક, બાઉન્સરો, કેમેરા મેન સહિત અનેક લોકો અને આયોજકો વચ્ચે હિસાબને લઇ વિવાદ થયા કાર્યક્રમ શરું થઈ શક્યો ન હતો અને રદ કરવાની નોબત આવી હતી.
આ મામલે આયોજકોએ જાહેરમાં લોકોની માફી માંગી પૈસા પરત કર્યા હતા. તો સ્ટેજ પર આવી ફાલ્ગુની પાઠકે પણ લોકો સામે વિવાદ અંગે વાત કર્યા વિના ગુજરાતના સંસ્કૃતિ એવા ગરબાના આયોજનને બિરદાવી કાર્યક્રમમાંથી રવાના થઈ ગયા હતા.SSS