Western Times News

Gujarati News

ફાસ્ટ-ફૂડ જાેઈન્ટના માલિક, ત્રણ કર્મીઓ પર ગ્રાહકનો હુમલો

અમદાવાદ, ફાસ્ટ-ફૂડ જાેઈન્ટે મંચુરિયન માટેનો ઓર્ડર રિજેક્ટ કરતા ગુસ્સે થયેલા એક ગ્રાહકે માલિક અને તેના ત્રણ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. આ ઘટના શનિવારે રાતે ખોખરાના એક્સપ્રેસ હાઈવે પાસે બની હતી. ફાસ્ટ-ફૂડ જાેઈન્ટના માલિક મોહન ભરવાડે (ઉંમર ૪૯) ૨૮ વર્ષીય રોહિત રાણા સામે ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે, જ્યારે તેઓ દુકાન બંધ કરવા જઈ રહ્યા હતા ત્યારે તેણે ઓર્ડર આપ્યો હતો.

ખોખરા પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદમાં, મોહન ભરવાડે કહ્યું હતું કે, તેઓ દુકાન બંધ કરવાની તૈયારીમાં હતા અને કર્મચારીઓ ડિશ સાફ કરી રહ્યા હતા, આ સમયે રોહિત રાણા આવ્યો હતો અને એક પ્લેટ મંચુરિયન પેક કરવા માટે કહ્યું હતું. મોહન ભરવાડે તેને દુકાન બંધ થઈ ગઈ હોવાનું અને મંચુરિયન ન હોવાનું કહ્યું હતું.

આ વાતથી રોષે ભરાયેલા રોહિત રાણાએ મોહન સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું હતું અને તેમના પર તેમજ અન્ય ત્રણ લોકો પર હુમલો કર્યો હતો. રોહિત રાણાએ પણ મોહન ભરવાન અને તેમના કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવી હતી, અને આક્ષેપ કર્યો હતો કે જ્યારે તે વારંવાર પાર્સલ પેક કરી આપવાનું કહ્યું ત્યારે તેમણે તેને લાકડીથી ફટકાર્યો હતો.

અમદાવાદના શાહપુરમાં રહેતા ૨૯ વર્ષીય એક યુવકે આ જ વિસ્તારમાં ચાઈનીઝ ફૂડની લારી ચલાવતા ચાર શખ્સો સામે સ્થાનિક પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી. તાત્કાલિક ફ્રાઈડ રાઈસ તૈયાર કરી આપવાનું કહેતા તેને લોખંડની પાઈપથી ફટકાર્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં લગાવ્યો હતો.

ફૈઝાન શૈખે તેની ફરિયાદમાં કહ્યું હતું કે, શુક્રવારે સાંજે તે ચાઈનીઝ ફૂડની લારી પર ગયો હતો અને અરબાઝ શૈખ નામના શખ્સને ફ્રાઈડ રાઈસ બનાવી આપવા કહ્યું હતું. અરબાઝ ફૈઝાનના ઓર્ડર ધ્યાન આપી રહ્યો હોવાથી તેણે તેને ઉતાવળ કરવા માટે કહ્યું હતું.

આ વાત અરબાઝને ગમી નહોતી અને તેણે ફૈઝાનને શાંતિ જાળવવા કહ્યું હતું. ફૈઝાને તેને તે લાંબા સમયથી રાહ જાેઈ રહ્યો હોવાનુ અને તેના મિત્રને ફ્રાઈડ રાઈસ તાત્કાલિક જાેઈતા હોવાનું કહ્યું હતું. આ સાંભળીને અરબાઝ અને અન્ય ત્રણે ફૈઝાનને મારવાનું શરૂ કરી દીધું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.