ફાસ્ટ બોલર કામરાન ખાનના પિતા લાકડા કાપતા હતા
નવી દિલ્હી: ૨૦૦૯માં ઓસ્ટ્રેલિયાનો મહાન લેગ સ્પિનર શેન વોર્ન રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન હતો. એક દિવસ અચાનક ૧૯ વર્ષના અજાણ્યા યુવા ફાસ્ટ બોલરને દુનિયા સામે લાવ્યો હતો.
આ યુવા ફાસ્ટ બોલરનું નામ હતું કામરાન ખાન. વોર્ને તે સમયે દાવો કર્યો હતો કે કામરાન ૧૪૦ કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરે છે. આ પછી બધાને નજર આ બોલર પણ ટકી હતી.
કામરાનની ટીમમાં સ્થાન મેળવાની કહાની રસપ્રદ છે. રાજસ્થાન રોયલ્સના તે સમયે કોચિંગ ડાયરેક્ટર રહેલા ડેરન બેરી નવી પ્રતિભાની શોધ માટે મુંબઈ પહોંચ્યા હતા.
ત્યાં કામરાનને એક ટી-૨૦ ટૂર્નામેન્ટમાં બોલિંગ કરતા જોયો હતો. કામરાનથી એટલા પ્રભાવિત થયા હતા કે રાજસ્થાન રોયલ્સની ટીમમાં સમાવેશ કરી લીધો હતો
. તે દિવસોમાં કામરાનના પિતા જંગલમાં લાડકા કાપવાનું કામ કરતા હતા. કામરાનને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનો કોઈ અનુભવ ન હતો. મૂળ રુપથી તે એક ટેનિસ બોલ ક્રિકેટર હતો.
૨૦૦૯ની આઈપીએલમાં તો કામરાને ખાસ કમાલ કરી ન હતી પણ ૨૦૧૦માં તેણે પોતાની ઝડપથી ઘણા સ્ટાર્સ બેટ્સમેનોને પરેશાન કર્યા હતા.
કામરાને કોલકાતા સામે એક મેચમાં બ્રેન્ડન મેક્કુલમ અને ક્રિસ ગેઈલ જેવા આક્રમક બેટ્સમેનને આઉટ કર્યા હતા. આ મેચમાં તેણે ૧૩ રન આપી ૨ વિકેટ ઝડપી હતી.
જોકે તેની બોલિંગ એક્શન પર સવાલ પણ ઉઠ્યા હતા. આ પછી ૨૦૧૧માં તે ૨ મેચ રમીને ગાયબ થઈ ગયો હતો. કામરાન યૂપી તરફથી બે ફર્સ્ટ ક્લાસ મેચ અને ૧૧ ટી-૨૦ મેચ રમ્યો છે. ત્યાં તેને આ પછી તક આપવામાં આવી ન હતી.