Western Times News

Gujarati News

ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે આ કારણે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો

પાકિસ્તાન ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે પોતાના નાના કરિયર દરમિયાન ઘણું બધું જાેયું છે. સ્પોર્ટ ફિક્સિંગ કૌભાંડમાં આમિરનું નામ આવ્યું હતું, જે બાદ તેના પર પાંચ વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આમિર પર પ્રતિબંધ હટ્યા બાદ તેણે જાેરદાર વાપસી કરી હતી.

ગત વર્ષે ૨૦૧૯ના વિશ્વ કપમાં આમિરની પસંદગી થયા બાદ તેણે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. તેના આ નિર્ણયની ઘણા લોકોએ ટીકા પણ કરી હતી. આમિરે કેમ સંન્યાસ લીધો હતો તેનું કારણ તેણે હવે સ્પષ્ટ કર્યું છે.આમિરે કહ્યું કે હું જાણતો હતો કે જાે હું ત્રણેય ફોર્મેટમાં રમીશ, ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટમાં તો મારૂં શરીર મારો સાથ નહી આપે. લોકો માને છે કે મારી સ્વીંગ અને ફાસ્ટ બોલીંગમાં પહેલા જેવી વાત રહી નથી. આમિરે વધુમાં કહ્યું કે લોકોએ માનવુ જાેઈએ કે મારી બોલીંગમાં સ્વિંગ ખત્મ થવી અને ફોર્મ ગુમાવવા પાછળ ઘણા બધા કારણો છે, કેમકે મે પાંચ વર્ષ પછી ક્રિકેટમાં ફરી વાપસી કરી છે, અને હું પણ નતો ઈચ્છતો કે ફક્ટ બે વર્ષમાં જ મારૂ કરિયર ખત્મ થઈ જાય.

આમિરે કહ્યું કે વિશ્વ કપ સમયે હું એક એવા તબક્કે હતો કે હું તે ટૂર્નામેન્ટ રમવા માટે મરી રહ્યો હતો, પરંતું મને સતત ડ્રોપ કરવામાં આવી રહ્યો હતો, જેથી મારે નિર્ણય લેવાનો હતો કે હું હવે આગળ ક્રિકેટ રમું કે ના રમુ, તેમજ આગળના ૫-૬ વર્ષ સુધી મારે મારી રમતને કેવી રીતે આગળ વધારવી તેનો નિર્ણય મારે લેવાનો હતો, કારણ કે રમવું મહત્વનું નથી પણ ટોપ પર રહેવું સૌથી મોટો પડકાર છે.આમિરે વધુમાં કહ્યું ત્રણ મેચમાંથી હું ખાલી એક મેચમાં સારૂ પ્રદર્શન કરૂ તો શુ ફાયદો, જાે અલ્લાહે મને એક સારો બોલર બનાવ્યો છે તો મારે સારૂ પ્રદર્શન કરવું જ જાેઈએ.

જાે હુ બીજા લોકોની જેમ ૧૩૦ની સ્પીડમાં બોલીંગ કરીને ખુશ થઈ જાય તો તેનો મતલબ તો એ થયો કે હું મારી કાબીલીયત દર્શાવી શકતો નથી. મને ખબર છે કે હું ૧૪૦ની સ્પીડમાં બોલીંગ કરી શકુ છું, પણ જાે હું તેમ છતાં હું ૧૪૦ની સ્પીડમાં બોલીંગના ફેકી શકું તો પછી મારે તેનો કોઈ પણ બીજાે રસ્તો કાઢવો જાેઈએ.જમણા હાથના ફાસ્ટ બોલરે કહ્યું કે વિશ્વ કપની પેલી મેચ વિન્ડિઝ સાથે હતી, જેમાં મે પહેલો બોલ ફેક્યો ત્યારે મને ખુબ પીડા થઈ રહી હતી. જેથી હું ચીસ પાડી રહ્યો હતો, તેમજ હું રડવા પણ લાગ્યો હતો. વિશ્વ કપ દરમિયાન મે માઈકીને કહ્યું કે હું ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ રહ્યો છું, કારણ કે મારે બોડી બનાવવા માટે સમય જાેઈએ છે, જ્યા સુધી હું ટેસ્ટ ક્રિકેટ રમતો રહીશ ત્યાં સુધી હું ફીટ રહી શકીશ નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.