Western Times News

Gujarati News

ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL)નો 72મો સ્થાપના દિવસ ઉજવાયો

અમદાવાદ,  ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી(PRL) અમદાવાદે સોમવારે 11મી નવેમ્બર, 2019ના રોજ તેના 72મા સ્થાપના દિનની ઉજવણી કરી હતી. આ પ્રસંગે બેંગ્લોરની ભારતીય વિજ્ઞાન સંસ્થાના માનદ પ્રાધ્યાપક ડૉ. અજય કુમાર સૂદનું વર્ષ 2018ના શ્રી હરિઓમ આશ્રમ પ્રેરણા વરિષ્ઠ વિજ્ઞાની પુરસ્કાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. વર્ષ 1998થી શરૂ થયેલા પુરસ્કારની આ 11મી શ્રેણી હતી.

ડૉ. સૂદને આ પુરસ્કાર ગ્રેફિન અને અન્ય 2ડી સામગ્રી અને નરમ ઘટ્ટ પદાર્થ જેવી નેનો વ્યવસ્થા સહિત નવીન પ્રયોગો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા બદલ તેમના ભૌતિકશાસ્ત્રમાં અસાધારણ આજીવન યોગદાનની સ્વીકૃતિના તરીકે આપવામાં આવ્યો હતો. વરિષ્ઠ વિજ્ઞાની પુરસ્કાર નડિયાદ ખાતે આવેલા હરિ ઓમ આશ્રમના પૂજ્ય શ્રી મોટા દ્વારા પુરા પડાયેલા ભંડોળમાંથી શરૂ કરવામાં આવ્યો હતો અને તેમાં રજત પદક, પ્રશસ્તિ પત્ર અને રૂ. 2,00,000/- ના રોકડ ઇનામનો સમાવેશ થાય છે.

વિક્રમ સારાભાઇ સંશોધન એવોર્ડ નડિયાદ ખાતે આવેલા હરી ઓમ આશ્રમના પૂજ્ય શ્રી મોટા દ્વારા પુરા પડાયેલા ભંડોળમાંથી શરૂ કરવામાં આવ્યો હતો. જ્યારે PRL પુરસ્કાર PRLના ભૂતપૂર્વ ડિરેક્ટર સ્વર્ગીય પ્રા. દેવેન્દ્ર લાલ દ્વારા સ્થાપવામાં આવેલા અરૂણલાલ ધર્માદા ભંડોળ દ્વારા સમર્થિત છે. દરેક પુરસ્કારમાં એક પદક, પ્રશસ્તિપત્ર અને રૂ. 50,000/-રોકડ ઇનામનો સમાવેશ થાય છે.

સિવિલ એન્જિનિયરિંગ વિભાગ, જળવાયુ અભ્યાસમાં આંતરશાખાકીય કાર્યક્રમ, IIT મુંબઇ આંકડાકીય અને વૈવિધ્યપૂર્ણ અભિગમોનો ઉપયોગ કરીને પ્રાદેશિક જળ-હવામાનશાસ્ત્રીય ક્ષેત્રમાં તેમના અસાધારણ યોગદાન બદલ, જેણે ભારતીય ઉનાળુ ચોમાસા દરમિયાન ભેજના પરિવહન અને જમીન-આબોહવા પ્રતિક્રિયા સાથે સંકળાયેલી પ્રક્રિયાની નવી આંતરિક બાબતો પર પ્રકાશ ફેંક્યો હતો.

પુરસ્કાર સમારંભનું આયોજન અમદાવાદ ખાતે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના કે.આર.રામનાથન ઓડિટોરિયમમાં કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે PRLના ડિરેક્ટર ડૉ.અનિલ ભારદ્વાજ, હરિ ઓમ આશ્રમ, નડિયાદના ટ્રસ્ટી શ્રી જીતેન્દ્ર અમિનઅને પ્રો.બિમલા બુટી સહિત PRL કાઉન્સિલ ઓફ મેનેજમેન્ટના ચેરમેન શ્રી એ.એસ.કિરણ કુમારે અમદાવાદમાં વિવિધ સંસ્થાઓમાંથી આવેલા સન્માનીય મહેમાનો અને PRLના કર્મચારીગણ, સંશોધન વિદ્વાનોની હાજરીમાં પુરસ્કારોનું વિતરણ કર્યુ હતું.

પુરસ્કાર વિતરણ કાર્યક્રમ બાદ તમામ પુરસ્કાર પ્રાપ્તકર્તાઓએ તેમનું સંશોધન કાર્ય રજૂ કર્યુ હતું.  વર્ષ 2019 ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા અને ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના સંસ્થાપક ડૉ.વિક્રમસારાભાઇનું જન્મ શતાબ્દી વર્ષ છે. આ પ્રસંગે લેબોરેટરીના થલતેજ ખાતે આવેલા પરિસરમાં PRLના વૈજ્ઞાનિકોની હાજરીમાં શ્રી એ એસ કિરણ કુમાર દ્વારા ડૉ. વિક્રમ સારાભાઇની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.