ફિટ હશે તો જ હિટ થશે ઈન્ડિયા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
નવી દિલ્હીઃ ફિટ ઈન્ડિયા મૂવમેન્ટની પહેલી વર્ષગાંઠ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી દેશભરની હસ્તીઓ સાથે વાતચીત કરી, જેઓએ દેશવાસીઓને ફિટનેસ પ્રત્યે જાગૃત કરી રહ્યા છે. આ સત્ર દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી, બે વારના પેરાઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ દેવેન્દ્ર ઝાઝરીયા, અભિેનેતા મિલિન્દ સોમન જેવી હસ્તીઓ સાથે વાત કરી.ફિટ ઈન્ડિયા મૂવમેન્ટને એક વર્ષ પૂરું થવાના પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ફિટ હશે તો જ હિટ થશે ઈન્ડિયા.
વડાપ્રધાન મોદીએ વિરાટ કોહલી સાથે વાત કરતાં કહ્યું કે, આપનું નામ પણ વિરાટ અને કામ પણ વિરાટ.. વિરાટ કોહલીએ કહ્યું કે અમે જે પેઢીમાં રમવા લાગ્યા, તો રમતની ડિમાન્ડ બદલાઈ થઈ હતી. અમારી સિસ્ટમ રમત માટે યોગ્ય નહોતી અને રમતના કારણે મારે ઘણું બધું બદલવું પડ્યું. વિરાટે કહ્યું કે, જ્યાં સુધી આપને પોતાને અનુભવ ન થયા કે ફિટનેસ કેટલી જરૂરી છે, આજે જો પ્રેક્ટિસ મિસ થઈ જાય તો ખરાબ નથી લાગતું પરંતુ ફિટનેસનું ધ્યાન રાખું છું. પીએમ મોદીએ કોહલીને પૂછ્યું કે આપની ફિટનેસના કારણ દિલ્હીના છોલે-ભટૂરેને નુકસાન થયું હશે.